રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ27 એપ્રિલ, 2026| Super Admin

પાટણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મહાપરિણામ, આવતીકાલે ઉમેદવારોના ભાવિનો ફેંસલો

પાટણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મહાપરિણામ, આવતીકાલે ઉમેદવારોના ભાવિનો ફેંસલો

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રવિવારે શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આજે યોજાનારી મતગણતરી પર મંડાયેલી છે. આજે મંગળવારે સવારથી શરૂ થનારી ગણતરી બાદ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. 

જિલ્લા પંચાયતની 32 બેઠકો,9 તાલુકા પંચાયતોની 165 બેઠકો, પાટણ નગરપાલિકાની 44 બેઠકો, સિદ્ધપુરની 33 બેઠકો અને રાધનપુરની પેટા ચૂંટણીના પરિણામો આજ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે.મતગણતરી સવારે 9:00 વાગ્યાથી અલગ-અલગ કેન્દ્રો પર હાથ ધરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકા મથકોએ મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગણતરી વોર્ડ વાઈઝ અને રાઉન્ડ મુજબ હાથ ધરાશે, જેના કારણે બપોર સુધીમાં વિજેતા ઉમેદવારોના નામ જાહેર થવા લાગશે અને જીતનું ચિત્ર સ્પષ્ટ થશે.તમામ કેન્દ્રો પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમનાપ્રતિનિધિઓની હાજરીમાં મતગણતરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. પરિણામો જાહેર થતાની સાથે જ જે તે પક્ષ કે અપક્ષ ઉમેદવારોના વિજય સરઘસ અને જશ્નનો માહોલ જોવા મળશે.ચૂંટણી અધિકારી હિરેન ચૌહાણે જણાવ્યું હતું કે, પાટણ પાલિકાની સામાન્ય ચૂંટણી 26 તારીખે યોજાઈ હતી અને તેની મતગણતરી આજે 28 તારીખે  રાખવામાં આવેલ છે. મતગણતરી હોલ,સ્ટાફ અને સ્ટેશનરી સહિતની તમામવ્યવસ્થા થઈ ગઈ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વડા સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. સવારે 9:00 વાગ્યાથી તમામ વોર્ડની મતગણતરી શરૂ થશે,જેમાં અંદાજિત 100 થી 125 સ્ટાફ રોકાયેલો છે. મતગણતરી માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નક્કી કરાયેલા છે.

સંબંધિત સમાચાર