રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ14 એપ્રિલ, 2026| Super Admin

બંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ

બંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ

રાજકીય પાર્ટીઓ સહિત વિવિધ સંગઠનોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

પાટણ શહેર અને જિલ્લામાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મ જયંતિ પવૅ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બગવાડા દરવાજા પાસે સ્થાપિત ડો. બાબાસાહેબ ની પ્રતિમાને રાજકીય પાર્ટીઓ સહિત વિવિધ અનુસૂચિત જાતિ સમાજના સંગઠનો તથા પક્ષોના હોદ્દેદારોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમયે "જબ તક સુરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા" જેવા નારા ગુંજી ઉઠ્યા હતા.શહેર ભાજપ દ્વારા ડો. ભીમરાવ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લા પ્રમુખ,શહેર પ્રમુખ,પૂર્વ પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો કાર્યકરો સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી રહેલા ઉમેદવારો અને તેમના સમર્થકો એ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ હતાં.

પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ 14મી એપ્રિલે ડો.બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મ જયંતિ નિમિત્તે બગવાડા દરવાજા પાસેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ,જિલ્લા કોગ્રેસ પ્રમુખ,શહેર પ્રમુખ સહિત ચૂંટણી લડતા ઉમેદવારો અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

સંબંધિત સમાચાર