રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
પાટણ21 જુલાઈ, 2026| Super Admin

પાટણ: અસહ્ય ઉકળાટ વચ્ચે સરસ્વતી પંથકમાં વરસાદી મહેર

પાટણ: અસહ્ય ઉકળાટ વચ્ચે સરસ્વતી પંથકમાં વરસાદી મહેર

સુકાતા પાકને નવજીવન મળતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ મંગળવારે વહેલી સવારથી પધરામણી કરી હતી.વરસાદના આગમન સાથે જ સમગ્ર તાલુકામાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી તોબા પોકારી ઊઠેલા સ્થાનિક લોકોએ મોટી રાહત મેળવી હતી.વરસાદના લાંબા વિરામ અને ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.સરસ્વતી તાલુકાના ગામડાઓમાં વરસાદનો લાંબો વિરામ હોવાના કારણે ખેતરોમાં વાવેલા પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, આ યોગ્ય સમયે પડેલા વરસાદને કારણે પાક અને બિયારણોને નવજીવન મળ્યું છે. વરસાદી છાંટા પડતાં જ ધરતીપુત્રોમાં ખુશાલીની લહેર વ્યાપી ગઈ હતી અને તેઓ ખેતીકામમાં ઉત્સાહભેર જોડાઈ ગયા હતાં.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર