રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ19 માર્ચ, 2025| Super Admin

પાટણ નાગરિક સહકારી બેંક દ્વારા લોન ભરપાઈ ના કરનાર દુકાનની જાહેર મા હરાજી કરાઈ

પાટણ નાગરિક સહકારી બેંક દ્વારા લોન ભરપાઈ ના કરનાર દુકાનની જાહેર મા હરાજી કરાઈ
આગામી સમયમાં બેંકની લોન ભરપાઈ ન કરનારની મિલકતની પણ હરાજી કરવામાં આવશે: ચેરમેન પાટણ નાગરીક સહકારી બેંક લી. છેલ્લા ૬૦ વર્ષથી પાટણમાં કાર્યરત છે અને બેંકની એક આગવી પ્રતિષ્ઠા છે. પાટણ નાગરીક સહકારી બેંક દ્વારા આપવામાં આવતા ધીરાણની વસુલાત છેલ્લા એક વર્ષથી સખત રીતે કરવામાં આવી રહી છે તેમાંય ખાસ કરીને જે બાકીદારો છે તેઓની બાકી રકમ ઝડપથી વસુલ થાય તે રીતે હાલમાં બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બેંકના મુદતવીતી બાકીદારો ઘણા સમયથી બેંકના નાણાંની ચુકવણી કરતા ના હોવાના કારણે આવા બાદીદારોની જે મિલકત બેંકમાં મુકવામાં આવેલી હોય છે તેની હરાજી કરવાની શરૂઆત કરી છે તેના ભાગરૂપે મંગળવારે પાટણ શહેરના રેલ્વે સ્ટેશન પાસે નવનીત ચેમ્બર્સમાં આવેલ પ્રાતિ ઓટો સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન નં.૩૮ કે જેના માલિક મહેમુદાબાનું મોહમદઇશાક શેખ છે તે દુકાનનો કબજો ધણા સમય અગાઉ બેંક લઈ શીલ મારેલ હતુ જેની હરાજી મંગળવારે બપોરે ૧૨ કલાકે કરતા કુલ છ વ્યક્તિઓએ હરાજીમાં ભાગ લીધો હતો અને આ મિલકતની અપસેટ વેલ્યુ રૂ।. ૧૪ લાખ નકકી કરવામાં આવી હતી જ્યારે હરાજીમાં ભાગ લેનારાઓ પૈકી ડૉ. લાલબહાદુર સાધુએ રૂ।. ૧૪.૫૧ લાખની ઉંચી બોલી બોલતા બેંક દ્વારા તેઓની બોલી માન્ય રાખવામાં આવી હતી અને આગામી સમયમાં બેંકના મુદતવિતી બાકીદારોની જે મિલકતો બેંકમાં ગીરો છે તે તમામ મિલકતોનો કાયદા મુજબ કબજો લઇ હરાજીથી રા વેચાણ કરવાની પ્રક્રિયા બેંક દ્વારા હાથ ધરવામાં આવશે તેવુ ચેરમેન મહેન્દ્ર કે.પટેલ (વકીલ)એ જણાવ્યુ હતુ.

સંબંધિત સમાચાર