- પાટણ શહેરના વોડૅ નં.3 મા આવતા કોઠા કુઈ,દશામાતા મંદિર રોડ ઉપર છેલ્લા ધણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સજૉઈ હતી.આ સમસ્યાના નિરાકરણ બાબતે સ્થાનિકો દ્વારા નગરસેવક ગોપાલસિંહ રાજપૂત અને ગૌરવ મોદી ને રજુઆત કરતાં તેઓએ તાત્કાલિક પાલિકાના ભૂગર્ભ ગટર શાખાના કમૅચારીઓને ધટના સ્થળે બોલાવી જામ થઈ ગયેલા ભૂગર્ભ ગટર લાઈનના ઢાંકણા તોડાવી ચોકઅપ બનેલ લાઈનની જેટિગ મશીનની મદદથી સફાઈ કરાવતાં લાઈનમાથી અતિશય કચરો,પ્લાસ્ટિક સહિત મોટી માત્રામાં માટી નીકળતા તેને દુર કરી વિસ્તારના લોકોની ધણા સમયની સમસ્યાનું નિરાકરણ લવાયું હતું. સાથે સાથે આ વિસ્તારમાં આવેલ પારેવા સર્કલ, શિશુ મંદિરની પાછળ છેલ્લા 15 દિવસથી પાણીની મેઈન લાઇન તૂટેલી હતી તેનું પણ જેસીબી મશીનની મદદથી સમારકામ કરાવી વિસ્તારના લોકોની પાણીની સમસ્યાનું પણ સુખદ નિરાકરણ લાવવામાં આવતાં વિસ્તારના રહીશોએ નગરસેવકો સાથે પાલિકાના કર્મચારીઓની કામગીરીને સરાહી હતી.
પાટણ નગરપાલિકાની કામગીરી: વોર્ડ નં-3માં ડ્રેનેજ સમસ્યાનો સુખદ અંત

ટેગ્સ:#Patan Municipality
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન માટે રૂ. 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી
4 દિવસ પહેલા
પાટણપાટણમાં કપાસનો નીચો ભાવ: રૂ. 1812 થી હરાજી શરૂ થતા ખેડૂતોમાં રોષ
4 દિવસ પહેલા
