રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ1 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ પાલિકાના મહિલા ચિફ ઓફિસરે કોગ્રેસના કોર્પોરેટરો સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

પાટણ પાલિકાના મહિલા ચિફ ઓફિસરે કોગ્રેસના કોર્પોરેટરો સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
કોંગ્રેસ દ્વારા પણ ચીફ ઓફિસર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા એક અરજી આપી હોવાનું જાણવા મળ્યું પાટણ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર હીરલ ઠાકરે કોંગ્રેસના કોર્પોરેટરો,શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10 વ્યક્તિઓ વિરુદ્ધ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પાલિકા નું રાજકારણ ગરમાયું છે. મહિલા ચિફ ઓફિસરે પાટણ શહેરના એ- ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ ની ઘટના ગત તા. 29 જુલાઈ 2025 ના રોજ સાંજે 4:30 થી 5:00 વાગ્યા દરમિયાન બની હોવાનું જણાવી ચીફ ઓફિસર પોતાની ઓફિસમાં સ્ટાફની એક સમીક્ષા બેઠક કરી રહ્યા હતા.તે દરમિયાન કોગ્રેસના કોર્પોરેટરો સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અને અન્ય વ્યક્તિઓએ ગેરકાયદેસર રીતે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરીને તેમની ફરજમાં અવરોધ ઊભો કર્યો હોવાનુ અને ચીફ ઓફિસરને અપમાનજનક શબ્દો કહી "આ ઓફિસ તમારા બાપની નથી" જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હોય આ ઘટનામાં મહિલા ચિફ ઓફિસરે કોર્પોરેટર ભરત જયંતિલાલ ભાટીયા,શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઇ બાબુભાઇ પટેલ સહિત હિતેષભાઇ ઘેમરભાઇ દેસાઇ,અમરતભાઇ પટેલ,હરગોવનભાઇ પરમાર,પમાભાઇ મકવાણા,મહિલા કોર્પોરેટર સમીમબાનુ,હંસાબેનપરમાર,ભોગીલાલ પરમાર અને પૂર્વ કોર્પોરેટર મુમતાઝબાનુ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધબીએનએસ. કલમ 189(2),221, અને 352 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ નગરપાલિકાના મહિલા ચિફ ઓફિસરે કોગ્રેસના કોર્પોરેટરો અને શહેર કોગ્રેસ પ્રમુખ સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાવતાં પાલિકા નું રાજકારણ ગરમાવાની સાથે શહેરમાં ભારે ચર્ચાઓ જાગી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ચીફ ઓફિસર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા માટે એક અરજી આપવામાં આવી હોય કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી અરજી ની પણ એફઆઇઆર પોલીસ પોલીસ મથકે નોંધાશે કે કેમ તેને લઈ ને પણ અનેક ચચૉઓએ જોર પકડયું છે.

સંબંધિત સમાચાર