રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ14 જુલાઈ, 2025| Super Admin

પાટણ માખણીયા STP પ્લાન્ટની મુખ્ય પાઈપ લાઈન મા ભંગાણ

પાટણ માખણીયા STP પ્લાન્ટની મુખ્ય પાઈપ લાઈન મા ભંગાણ
પાલિકાએ શહેરના તમામ પમ્પિંગ સ્ટેશનો બંધ રાખવાની ફરજ પડી STP પ્લાન્ટની મુખ્ય પાઈપ લાઈનમાં પડેલ ભંગાણના કારણે શહેરીજનોને પાલિકા પ્રમુખે અપીલ કરી પાટણ શહેરમાં બહુચર પમ્પિંગ સ્ટેશન નજીક આવેલા માખણીયા એસટીપી પ્લાન્ટ તરફ જતી મુખ્ય રાઈઝિંગ લાઈન રવિવારે તૂટી જતા અને આ બાબતની જાણ પાલિકા પ્રમુખને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી તેનું નિરિક્ષણ કરી આ તુટેલી રાઈઝિંગ લાઈનનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા ટીમને કામે લગાડી હતી. માખણીયા એસટીપી પ્લાન્ટ તરફ જતી મુખ્ય રાઈઝિંગ લાઈન તૂટી જવાની આ ઘટનાને પગલે નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા છે. ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા શહેરીજનોને અપીલ કરી છે કે આ પાઈપ તુટવાના કારણે શહેરના તમામ ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશનો રવિવારે બંધ રાખવાની ફરજ પડી છે જેને લઈને શહેરવાસીઓને આજના દિવસે પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા તેઓએ અપીલ કરી છે. લાઈનનું રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ શહેરના તમામ પમ્પિંગ સ્ટેશનો નિયમિત રીતે કાર્યરત કરવામાં આવશે. નાગરિકોને આ કટોકટીની પરિસ્થિતિમાં પાલિકા તંત્રને સહકાર આપવા પાલિકા પ્રમુખ દ્રારા વિનંતી કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર