રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ18 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાટણ એલસીબી ટીમે રાધનપુર હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્વીફટ ગાડી ઝડપી

પાટણ એલસીબી ટીમે રાધનપુર હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્વીફટ ગાડી ઝડપી
અંધારાનો લાભ લઈ ગાડી ચાલક સહિતના બે શખ્સો ફરાર થતાં પોલીસે ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ પાટણ એલસીબી ટીમે બાતમીના આધારે રાધનપુર હાઈવે પર વોચ રાખી વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્વીફટ ગાડીને ઝડપી લીધી હતી. જોકે પોલીસ ને ચકમો આપીને અંધારા નો લાભ ઉઠાવી ગાડી ચાલક સહિતના બે શખ્સો ફરાર થઈ જતાં ટીમે વિદેશી દારૂ ભરેલી સ્વીફટ ગાડી નંબર-GJ-18-BE0810 ને રાધનપુર પોલીસ ને સોપી પ્રોહીબીશનનો ગુનો દાખલ કરાવતા ગાડી મુકી ફરાર થઈ ગયેલ ચાલક સહિત ના બે શખ્સોને ઝડપી લેવા રાધનપુર પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લામાં કેટલાક ઇસમો ગે.કા.રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ખાનગી વાહનોમાં હેરા-ફેરી કરતાં હોવાની જિલ્લા પોલીસ વડા ને જાણ થતાં તેઓએ આવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માગૅદશૅન હેઠળ ટીમે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ સધન બનાવ્યું હતું. ત્યારે ચોક્કસ બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્વીફટ ગાડી નંબર-GJ-18-BE- 0810 માં કેટલાક ઇસમો ગે.કા.રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી તેની હેરાફેરી કરી રહેલ છે અને જે ગાડી રાધનપુર તરફ આવી રહેલ છે. જે હકીકત આધારે એલસીબી ટીમે રાધનપુર નજીક હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી હકીકતવાળી સફેદ કલરની સ્વીફટ ગાડી પસાર થતાં તેને ઉભી રખાવતા ગાડીનો ચાલક અને અન્ય બે ઈસમો અંધારાનો લાભ લઈ ભાગી છુટતા ટીમે ગાડી ની તલાસી લેતા ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયરની બોટલ-ટીન નંગ-૫૮૧ કિ.રૂ.૮૩,૯૯૫ નો મુદામાલ મળી આવતા ગાડીને વિદેશી દારૂ ના જથ્થા સાથે રાધનપુર પોલીસ ને સોંપતાં પોલીસે ગુનો નોંધી અંધારામાં ફરાર થયેલ ચાલક તથા અન્ય બે ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ કલમ-૬૫(એ), ૬પ(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ રાધનપુર પો.સ્ટે.ખાતે ગુનો રજી. કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર