રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ23 જુલાઈ, 2025| Super Admin

સિધ્ધપુર-રાધનપુર અને હારીજ પંથકમાં ચાલતા જુગાર ધામો પર પાટણ એલસીબી ના દરોડા..!

સિધ્ધપુર-રાધનપુર અને હારીજ પંથકમાં ચાલતા જુગાર ધામો પર પાટણ એલસીબી ના દરોડા..!
કુલ ૩૧ જુગારીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી..! પાટણ એલસીબી ના દરોડા ને લઇ જુગારીઓ મા સનસનાટી મચી; પાટણ એલસીબીએ સિધ્ધપુર ટાઉન માંથી જુગાર ધામ ઝડપી ૨૧ જુગારીઓને રોકડ રકમ સહિતના મુદામાલ સાથે રૂ.૨.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે તો એલસીબી દ્રારા જુગારધામ પર ઓચિંતો છાપો મારતા જુગારીઓ મા સનસનાટી મચી જવા પામી હતી. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લા માંથી પ્રોહી-જુગાર લગતની ગે.કા. પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર નાઓના માર્ગદશન હેઠળ એલ.સી.બી.ટીમ સિધ્ધપુર પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી જુગાર લગત પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ હકીકત આધારે સિધ્ધપુર શહેરના મયાનગર જગદીશ સોસાયટી ખાતે જુગાર અંગે રેડ કરતા કુલ ૨૧ ઇસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી રોકડ રકમ રૂ. ૫૧,૨૦૦ તથા મોબાઇલ નંગ-૨૦ કિ.રૂ.૧,૮૭,૦૦૦ જુગાર સાહિત્ય મુદ્દામાલ સાથે કુલ ૨,૩૮,૨૦૦નો મુદામાલ જપ્ત કરી જુગાર ચલાવનાર ઇસમ હાજર મળી નહી આવતા કુલ રર ઇસમો વિરૂધ્ધમાં સિધ્ધપુર પો.સ્ટે જુગારધારા કલમ ૪,૫ મુજબ ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી સિધ્ધપુર પો.સ્ટે.ને સોપવામાં આવી છે.

સંબંધિત સમાચાર