રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ20 માર્ચ, 2025| Super Admin

પાટણના સમી પોલીસ સ્ટેશનમાં નોધાયેલ આગડીયા પેઢીની લુંટનો અનડિટેક્ટ ગુનો પાટણ એલસીબીએ ડિટેકટ કર્યો

પાટણના સમી પોલીસ સ્ટેશનમાં નોધાયેલ આગડીયા પેઢીની લુંટનો અનડિટેક્ટ ગુનો પાટણ એલસીબીએ ડિટેકટ કર્યો
ગુનાના ફરિયાદી એજ પોતાના બે મિત્રો સાથે લૂટ નો પ્લાન બનાવ્યો હતો પોલીસે ત્રણેય આરોપીઓને મુદામાલ સાથે ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી; પાટણ જિલ્લાના સમી નજીક કઠીવાડા ગામ પાસે 10 માર્ચની રાત્રે થયેલી 26.50 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે લૂંટની ફરિયાદ નોંધાવનાર આંગડિયા પેઢીનો કર્મચારી સલમાન તાલીમ સૈયદ જ મુખ્ય આરોપી નીકળ્યો છે. પોલીસને શરૂઆતથી જ ફરિયાદી સલમાન પર શંકા હતી. સઘન પૂછપરછમાં સલમાને કબૂલ્યું કે તેણે પોતાના બે મિત્રો સમીર ચૌહાણ અને આસિફ ઘાંચી સાથે મળીને લૂંટનું નાટક રચ્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી 26.50 લાખની સંપૂર્ણ રકમ રિકવર કરી લીધી છે. તપાસમાં બહાર આવ્યું કે સલમાને લૂંટનું નાટક રચવા માટે પહેલેથી જ પૈસા તેના મિત્રને સાચવવા આપી દીધા હતા. તેણે જમીનના પૈસા હોવાનું કહી મિત્રને રકમ સોંપી હતી. વધુમાં, સીસીટીવી ફૂટેજમાં પકડાવા માટે તેણે જાણીજોઈને પેટ્રોલ પંપ પર પૈસાનો થેલો સાથે રાખીને પેટ્રોલ પુરાવ્યું હતું. પાટણ જિલ્લા પોલીસ વડા વસંતનાઈએ જણાવ્યું કે આરોપીએ પૈસા કમાવવાની લાલચમાં આ તરકીબ અપનાવી હતી. તેણે મિત્રો પાસેથી મેળવેલી ટિપ્સના આધારે આ કાવતરું રચ્યું હતું, જે અંતે તેના પકડાવાનું કારણ બન્યું. પોલીસે માત્ર દસ દિવસમાં જ આ કેસનો ભેદ ઉકેલી લીધો છે.

સંબંધિત સમાચાર