રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ20 જૂન, 2025| Super Admin

પાટણ જિલ્લામાં ૨૨ મી જૂનના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાશે

પાટણ જિલ્લામાં ૨૨ મી જૂનના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાશે
ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચની બેઠક માટે ૧૩૦૮ ફોર્મ ભરાયાં જેમાં ૧૨૯૬ ફોર્મ માન્ય પાટણ ગ્રામ પંચાયત ચુંટણીમાં ૯૪ સરપંચ તથા ૧૯૬૦ સભ્યો બિન હરીફ; રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ પાટણ જિલ્લામાં ૩૮૦ ગ્રામ પંચાયત માટે ૩૨૦ સરપંચની બેઠકો તથા ૨,૭૩૧ સભ્યોની બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે. જેના માટે ૨૨ મી જૂનના રોજ મતદાન યોજાશે. ગ્રામ પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં કુલ ૧૩૦૮ ફોર્મ સરપંચની બેઠક માટે અને ૩૬૫૦ ફોર્મ સભ્યોની બેઠક માટે ભરાયા હતા. જેમાંથી ૧૨૯૬ ફોર્મ સરપંચની બેઠક માટે અને ૩૫૭૯ ફોર્મ સભ્યોની બેઠક માટે માન્ય રહ્યા હતા. જેમાંથી ૯૪ સરપંચ તથા ૧૯૬૦ સભ્યો બિન હરીફ બન્યા હતા. જેમાં ૬૨૫ ઉમેદવાર સરપંચની બેઠક માટે તથા ૧૨૨૫ ઉમેદવાર સભ્યોની ચૂંટણી યોજાશે. હાલમાં પાટણ જિલ્લામાં ૩૮૦ ગ્રામ પંચાયતોમાંથી ૭૦ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિન હરીફ (સમરસ) બની છે. જ્યારે ૭૮ ગ્રામ પંચાયતો અંશત: બિન હરીફ બની છે. બાકીની કુલ ૨૩૨ ગ્રામ પંચાયતો જેમાં ૨૨૪ સરપંચની બેઠકો માટે તથા ૫૬૩ સભ્યોની બેઠક માટે ૨૨ જૂન ૨૦૨૫ ના રોજ મતદાન યોજાશે. જેમાં કુલ ૬૦૬ મતદાન મથકો ખાતે ૫,૧૧,૯૪૩ મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. જેમાં કુલ ૬૪૮ મત પેટીઓ ઉપયોગમાં લેવામાં આવનાર છે. ગ્રામ પંચાયત ચૂંટણીમાં અંદાજિત ૩૩૯૪ પોલિંગ સ્ટાફ તથા ૧૧૯૮ જેટલો પોલીસ સ્ટાફ મતદાન મથકે ફરજ બજાવશે. જિલ્લામાં કુલ મતદાન મથકો પૈકી ૨૯૯ મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથક તરીકે નક્કી કરવામાં આવેલ છે. જેમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવશે. ગ્રામ પંચાયત ચૂંટણી અન્વયે ૨૫ જૂન ૨૦૨૫ ના રોજ તાલુકા વાઇસ અલગ અલગ કુલ નવ કાઉન્ટિંગ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવશે તેવું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર