રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ3 જુલાઈ, 2026| Super Admin

પાટણ કોર્ટે સિદ્ધપુર નગરપાલિકા સામે જપ્તી વોરંટ ઇસ્યુ કર્યું

પાટણ કોર્ટે સિદ્ધપુર નગરપાલિકા સામે જપ્તી વોરંટ ઇસ્યુ કર્યું

કોન્ટ્રાક્ટરના બાકી નીકળતા રૂ. 43.41 લાખ ન ચૂકવાતાં કડક કાર્યવાહી

પાટણની સેશન્સ કોર્ટે સિદ્ધપુર નગરપાલિકા સામે રૂ. 43.41 લાખની વસૂલાત માટે જપ્તી વોરંટ ઇસ્યુ કર્યું છે. નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને બાકી નીકળતી રકમ ન ચૂકવાતા આ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.આ મામલો વર્ષ 2016-17નો છે, જ્યારે સિદ્ધપુર શહેરમાં ઋષિકેશ ફાટક રેલવે અન્ડરપાસ બનાવવા માટે એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કામગીરી પૂર્ણ થયા બાદ નગરપાલિકા દ્વારા એજન્સીના બિલની બાકી રકમ ચૂકવવામાં આવી ન હતી.અમદાવાદ સ્થિત અરજદાર પીસી સ્નેહલ કન્સ્ટ્રક્શન કંપની વતી ચિરાગ મનુભાઈ પટેલ અને વસંતભાઈ નરસિંહભાઈ બારોટે પાટણની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આર્બિટ્રેશન પિટિશન દાખલ કરી હતી. પાટણ કોર્ટના જજ એ.એમ.શેખે સિદ્ધપુર નગરપાલિકા સામે મિલકત જપ્તીનું વોરંટ ઇસ્યુ કરવાનો આદેશ કર્યો હતો.

23 એપ્રિલ, 2016ના રોજ આર્બિટ્રેશન પિટિશન અન્વયે અરજદારની તરફેણમાં હુકમનામું કરવામાં આવ્યું હતું,જેમાં સિદ્ધપુર નગરપાલિકાને વ્યાજ અને ખર્ચ સહિતની રકમ ચૂકવવાનો આદેશ કરાયો હતો. કોર્ટના હુકમ અનુસાર, નગરપાલિકા પાસેથી હુકમ નામાની મૂળ રકમ રૂ. 24,20,393, 12% વ્યાજ લેખે  રૂ. 17,91,090 અને અન્ય ખર્ચ મળીને કુલ રૂ. 43,41,983 વસૂલવાના બાકી છે.આ રકમ વસૂલવા માટે કોર્ટે સિદ્ધપુરના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટના રજિસ્ટ્રારને બજવણી માટે આદેશ કર્યો છે. આ આદેશમાં સામાવાળા (નગરપાલિકા)ની જંગમ મિલકત જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવાયું છે.એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ.એ. શેખ દ્વારા આપવામાં આવેલા આ હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે,જો સિદ્ધપુર નગરપાલિકા જપ્તીનો ખર્ચ કે દરખાસ્તની રકમ ન આપે તો આ રકમ કોર્ટના આગળના આદેશ સુધી પોતાની પાસે અનામત રાખવી.કોર્ટે વટહુકમ બજવણી અંગેનો સંપૂર્ણ અહેવાલ આગામી 9 જુલાઈ, 2026ના રોજ અથવા તે પહેલાં કોર્ટ સમક્ષ પરત મોકલવા માટે કડક તાકીદ કરી હોવાનું જા

સંબંધિત સમાચાર