જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને ગુરૂવારે પાટણ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવા સદન, પાટણ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેકટરએ જિલ્લાના અરજદારોના પ્રશ્નો અને તેઓની રજૂઆતો સાંભળી તમામ અરજીનો હકારાત્મક અભિગમ સાથે નિવેડો આવે એવા સૂચન કર્યા હતા. કાર્યક્રમમાં જમીન માપણી, મકાન સહાય, દબાણ વગેરે સંદર્ભે અરજદારો તરફથી જિલ્લા સ્વાગતમાં અરજી કરી હતી. આ અરજીના સંદર્ભે જિલ્લા કલેકટર એ અરજદારોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે અરજીનો નિકાલ લાવવા માટે જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, નિવાસી અધિક કલેક્ટર વી.સી.બોડાણા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
18 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
18 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
