રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ22 મે, 2025| Super Admin

પાટણ એપીએમસી દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફૂલસ્કેપના ચોપડાઓનું વિતરણ શરૂ કરાયું

પાટણ એપીએમસી દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફૂલસ્કેપના ચોપડાઓનું વિતરણ શરૂ કરાયું
સારી કવોલેટી ના ચોપડા વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેવા ચેરમેન ની અપીલ; પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ચાલુ સાલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં માલનું વેચાણ કરવા આવતા ખેડૂતોના અભ્યાસ કરતા દીકરા-દીકરીઓ માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે સારી ક્વોલિટીના ફુલ સ્કેપના ચોપડાઓનું વિતરણ ગુરૂવારથી શરૂ કરવામાં આવ્યું છે. પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ એપીએમસીમાં ખેત ઉત્પાદનના માલ સામાન નું વેચાણ કરવા આવતા ખેડૂતોના અભ્યાસ કરતા દીકરા-દીકરીઓ માટે માર્કેટ કમિટીએ ચાલુ સાલે 1,00,000 કરતાં વધારે સારી ક્વોલિટીના 168 પેજના ફુલ સ્કેપ ચોપડાઓ ડઝન ₹400 ના દરે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ ચોપડાઓ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં સમિતિમાં માલ સામાન નું વેચાણ કરવા આવતા ખેડૂતોના અભ્યાસ કરતા દીકરા- દીકરીઓની સાથે સાથે પાટણના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પણ ડઝન રૂપિયા 400 ના ભાવે નહીં નફો નહીં નુકસાન ના ધોરણે આપવામાં આવનાર છે. તો પાટણના પ્રબુદ્ધ નગરજનો એ પણ પોતાના અભ્યાસ કરતા દીકરા-દીકરીઓ માટે વહેલા તે પહેલાના ધોરણે પાટણ એપીએમસી હોલ ખાતેથી ચોપડા ખરીદ કરવા તેઓએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર