રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાટણ આંગણવાડીની બહેનોએ પડતર માંગણીઓ લઇ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું

પાટણ આંગણવાડીની બહેનોએ પડતર માંગણીઓ લઇ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
સમગ્ર દેશમાં આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો મુદ્દે ચાલી રહેલી હડતાલને પાટણ આંગણવાડીની બહેનોએ પણ સમર્થન આપ્યું સમગ્ર દેશમાં આંગણવાડી બહેનોના પડતરપ્રશ્નો મુદ્દે ચાલી રહેલી હડતાલને પાટણ આંગણવાડીની બહેનોએ પણ સમર્થન આપી આંગણવાડીની બહેનોને વર્ગ ત્રણ અને ચારમાં સમાવેશ કરવા સહિતની 11 માંગણીઓ સાથે ગુરૂવારે પાટણ કલેકટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. પાટણ આંગણવાડીની બહેનોએ પોતાની પડતર માંગણીઓને સરકાર દ્વારા તાત્કાલિક સંતોષવામાં આવે તેવી માગ સાથે આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આંગણવાડી બહેનોને વર્ગ ત્રણ અને ચારમા સમાવિષ્ટ કરવામાં આવે, હાઇકોર્ટના ચુકાદાનું પાલન કરી બહેનોને માનદ વેતનમાંથી મુક્તિ આપી કાયમી ધોરણે નિમણૂક આપવામાં આવે અને ખામીયુક્ત મોબાઈલ એપ્લિકેશનો અને વધારાની કામગીરીના બોજમાથી મુકિત સાથેની 11  જેટલી માગણીઓ સંતોષવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ આંગણવાડી બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ કલેકટર કચેરી ખાતે આપવામાં આવેલા આવેદનપત્રના કાર્યક્રમમા મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો જોડાઈ હતી.  

સંબંધિત સમાચાર