રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ3 એપ્રિલ, 2025| Super Admin

ડીસા ફટાકડા ફેકટરી ના વિસ્ફોટ બાદ પાટણ તંત્ર પણ હરકતમાં આવ્યું

ડીસા ફટાકડા ફેકટરી ના વિસ્ફોટ બાદ પાટણ તંત્ર પણ હરકતમાં આવ્યું
ફટાકડા વેચાણ નું લાયસન્સ રિન્યુ કરાવ્યાં વગર ફટાકડાનું વેચાણ કરતા વેપારીની દુકાનને સિલ કરાઈ; ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટકની ઘટના બાદ પાટણનું તંત્ર પણ આ મામલે ગંભીર બન્યું હોય તેમ ગતરોજ મામલતદારની ટીમે શહેરના જુદા જુદા વિસ્તારમાં કાયૅરત ફટાકડાની દુકાનો ઉપર તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પાટણ મામલતદાર કચેરીના નાયબ મામલતદારોની 7 ટીમો બનાવીને હાથ ધરવામાં આવેલ તપાસમાં શહેરમાં ફટાકડા બનાવવાનું લાઇસન્સ એકપણ વેપારી ધરાવતા નથી પરંતુ દિવાળીના તહેવાર ઉપરાંત રુટિનમાં વેચાણ માટે 8 જેટલા વેપારીઓ ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવતા હોવાનું સામે આવ્યું હતું. અને આ લાયસન્સ ધરાવતા વેપારીઓની દુકાનોના લાઈસન્સ રીન્યુ અંગે ટીમ ની તપાસમાં 8 વેપારી પૈકી માત્ર બે જ વેપારીના લાયસન્સ રીન્યુ થયેલા હોવાનું અને 2 વેપારીઓએ દુકાન બંધ કરી હોવાનું જાણવા મળ્યું હતું જયારે બાકીના વેપારીઓ દ્વારા લાયસન્સ રીન્યુ કરાવ્યા ન હોવા છતાં પણ ફટાકડાની દુકાનો ચલાવી રહ્યા હોવાનુ સામે આવ્યું હતું. જેમાં વેરાઈ ચકલા ઓમ શિવાનંદ ટ્રેડર્સ ફટાકડા વેપારી સંજયભાઈ મોદીના ત્યાં તપાસ દરમ્યાન લાયસન્સ રીન્યુ થયેલ ના હોય નાયબ મામલતદાર દ્વારા ફટાકડનો સ્ટોક પેક કરાવી તેને સીલ કરવામાં આવ્યો હતો. ડીસામાં સજૉયેલ ધટના બાદ સફાળા જાગેલા પાટણ તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાટણ મા ફટાકડાનું ઉત્પાદન અને સ્ટોરેજ થતું નથી માત્ર વેચાણ થાય છે. તેમાં પણ કેટલાક સ્થળે દિવાળી પર જ વેચાણ થાય છે.કેટલાક લાયસન્સ ધારકો હાલમાં અન્ય વ્યવસાય કરતા હોવાનું જણાવી તંત્ર દ્વારા તપાસ બાદ આગળ ની યોગ્ય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર