રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા14 મે, 2026| Super Admin

વિસનગરના ઐતિહાસિક ત્રણ દરવાજા ટાવરનો ભાગ ધરાશાયી: મોચીકામ કરતા યુવકનો આબાદ બચાવ

વિસનગરના ઐતિહાસિક ત્રણ દરવાજા ટાવરનો ભાગ ધરાશાયી: મોચીકામ કરતા યુવકનો આબાદ બચાવ

વિસનગર શહેરની શાન ગણાતા ઐતિહાસિક ત્રણ દરવાજા ટાવર ખાતે બુધવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. ટાવરના ઉપરના જર્જરિત ભાગમાંથી અચાનક સિમેન્ટના મોટા પોપડા નીચે પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, ટાવરની નીચે બેસીને મોચીકામ કરતો યુવક તે સમયે ચા પીવા ગયો હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. જો તે ત્યાં હાજર હોત, તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી.

આ ટાવર શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા ગૌરવપથ પર આવેલો છે, જ્યાંથી રોજના હજારો વાહનચાલકો અને રાહદારીઓ પસાર થાય છે. ટાવરનો કેટલોક હિસ્સો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકોમાં સતત ભયનો માહોલ રહે છે. ભૂતકાળમાં પણ અહીં પોપડા પડવાની નાની-મોટી ઘટનાઓ બની ચૂકી છે, જે તંત્રની બેદરકારી સૂચવે છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, અગાઉ ટાવરનું રિનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ યોગ્ય જાળવણીના અભાવે હાલત ફરી બગડી છે. આ ઐતિહાસિક વિરાસતની સુરક્ષા અને જનતાના જીવના જોખમને ધ્યાને રાખીને, તંત્ર દ્વારા સત્વરે આ ટાવરનું સંપૂર્ણ રિનોવેશન કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

ટેગ્સ:#Visnagar

સંબંધિત સમાચાર