રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા12 જૂન, 2025| Super Admin

પાલનપુરના; લગાવેલ હોર્ડીંગનુ બેનર ઉતારવા ચડેલ શ્રમિકને કરંટ લાગતા હાલત ગંભીર

પાલનપુરના; લગાવેલ હોર્ડીંગનુ બેનર ઉતારવા ચડેલ શ્રમિકને કરંટ લાગતા હાલત ગંભીર
પાલનપુર નગરપાલિકા અને જીઈબીની બેદરકારી આવી સામે શહેરમાંજોખમી હોર્ડિંગ્સ દૂર કરવામાં પાલિકા નિષ્ફળ; બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ડેરી રોડ ઉપર જાહેરાત માટે લગાવેલી લોખંડની ફ્રેમ ઉપર બેનર ઉતરતા સમયે વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે.પાલિકા અને જીઈબી વિભાગ જાણે અંધારામાં હોય તેમ વીજ લાઈનની અડીને જ હોર્ડિંગ્સ લગાવવા માટેની મોટી લોખંડની ફ્રેમ લગાવેલી છે જે આજે એક મજૂર માટે જીવલેણ બની છે.બાજુમાં જ વીજ લાઈન પસાર થતી હોવા છતાં આ ફ્રેમ અને હોર્ડિંગ્સ દૂર થાય ન કરાતા આખરે આજે વીજ અકસ્માતની ઘટના બની છે કે જેમાં રાજસ્થાનથી મજૂરી અર્થે પાલનપુરઆવેલા મજૂરને કરંટ લાગતા હાલમાં જીવન અને મરણ વચ્ચે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિકોએ જણાવ્યું કે યુવક હોલ્ડિંગ સુપર બેનર ઉતારવા માટે ચડ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી છેલ્લા ઘણા સમયથી વીજ લાઈન નજીક જ હોર્ડિંગ્સ લગાવવા માટેની લોખંડની ફ્રેમ ઊભી કરાઈ છે જે દૂર નહીં કરવામાં આવે તો આગામી ચોમાસામાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી ભીતિ સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ પ્રિમોન્સૂન કામગીરી શહેરમાં કરવામાં આવી છે પરંતુ હજુ સુધી શહેરમાં જોખમી હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે જે આગામી ચોમાસામાં વરસાદ અને ભારે પવન વચ્ચે મોટી દુર્ઘટના સર્જી શકે છે ત્યારે આવા હોડિંગસોનો સર્વે કરી નગરપાલિકા દ્વારા તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.

સંબંધિત સમાચાર