રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 મે, 2025| Super Admin

ઉનાળુ વેકેશનમાં ચોરીની ઘટનાઓ રોકવા પાલનપુર પોલીસનું પગલું

ઉનાળુ વેકેશનમાં ચોરીની ઘટનાઓ રોકવા પાલનપુર પોલીસનું પગલું
સોસાયટીના આગેવાનો સાથે PI ની બેઠક, સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા સૂચના: પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના PI પી.આર. મારુએ ઉનાળુ વેકેશન દરમિયાન સંભવિત ચોરીની ઘટનાઓને રોકવા માટે મહત્વનું પગલું લીધું છે. તેમણે પોલીસ સ્ટેશન વિસ્તારની વિવિધ સોસાયટીના પ્રમુખ, મહામંત્રી અને આગેવાનો સાથે હાઈવે પર આવેલી હોટલમાં બેઠક યોજી.વેકેશન દરમિયાન ઘણા લોકો પોતાના વતન કે પ્રવાસે જાય છે અને ઘરમાં કિંમતી સામાન તેમજ રોકડ રકમ મૂકીને જતા હોય છે. આ સમયે ચોરીની ઘટનાઓ વધુ બને છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને PI એ સોસાયટીના આગેવાનોને કેટલાક મહત્વના સૂચનો કર્યા. તેમણે દરેક સોસાયટીમાં CCTV કેમેરા લગાવવા અને સિક્યુરિટી વ્યવસ્થા મજબૂત કરવા જણાવ્યું . સિક્યુરિટી ગાર્ડને સતર્ક રહેવા સૂચના આપવા કહ્યું. વિશેષમાં, સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય લોકોની માહિતી પોલીસને આપવા જણાવ્યું, જેથી પોલીસ તેમની ચકાસણી કરી શકે.પશ્ચિમ પોલીસે અત્યાર સુધીમાં 60થી વધુ વ્યક્તિઓનું વેરિફિકેશન કર્યું છે અને તપાસ ચાલુ છે. આ પગલાંથી વિસ્તારમાં ગુનાખોરી ઘટાડવામાં મદદ મળશે અને રહેવાસીઓની સુરક્ષા વધુ મજબૂત બનશે.

સંબંધિત સમાચાર