રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 જુલાઈ, 2025| Super Admin

પાલનપુર પંથકની સગીરાના દુષ્કર્મીને 20 વર્ષની સખત કેદની સજા

પાલનપુર પંથકની સગીરાના દુષ્કર્મીને 20 વર્ષની સખત કેદની સજા
2024 માં સાડા બાર વર્ષની સગીરાને ભગાડી જઇ આચર્યું હતું દુષ્કર્મ સગીરાના પાલક પિતાના મોટા ભાઈએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી; પાલનપુર તાલુકાના એક ગામમાં મામાના પાર્લર પર બેઠેલી સગીરા ને 2024 માં લલચાવી ફોસલાવી ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના કેસમાં ના.કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, 27-04- 2024 માં 12 વર્ષ 6 માસ અને 19 દિવસની સગીરા પોતાના મામા બપોરે જમવા માટે ઘરે ગયા હતા ત્યારે સગીરા પાર્લર પર બેઠી હતી. ત્યારે ભોગ બનનાર સગીરા ના પાલક પિતાનો મોટો ભાઈ સુરેશજી પ્રધાનજી લેબલિયા (ઠાકોર) રહે.ઢુવા તા.પાલનપુર વાળો સીએનજી રીક્ષા લઈ પાર્લર પર આવી પહોંચ્યો હતો. જ્યાં આરોપીએ સગીરાને સગીરાની કાકીને લેવા જાવું છું તેમ કહી સગીરાને લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે અપહરણ કરી રિક્ષામાં ભગાડી ગયો હતો. બાદમાં સગીરાને ખેરાલુ બાજુ કોઈ ગામડામાં લઈ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે ગઢ પોલીસ સ્ટેશને પોકસો સહિતની કલમો સાથે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસ બીજા એડિશનલ સેસન્સ જજ અમિત.જે.કાનાણીની કોર્ટમાં ચાલી જતા ના. કોર્ટે સરકારી વકીલ દિનેશકુમાર. એચ. છાપીયાની દલીલો અને દસ્તાવેજી પુરવાઓને ગ્રાહ્ય રાખી આરોપી સુરેશજી પ્રધાનજી લેબલિયા(ઠાકોર)ને તકસીરવાન ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ 363 મુજબ 5 વર્ષની સખત કેદની સજા અને રૂ.1000 નો દંડ, 366 ના ગુનામાં 7 વર્ષની સખત કેદની સજા અને રૂ.1000 નો દંડ અને પોકસો એકટની કલમ 6 હેઠળ તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને રૂ. 10,000 નો દંડ ફરકરાતી સજા કરી હતી.

સંબંધિત સમાચાર