રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 નવેમ્બર, 2024| Super Admin

પાલનપુર જી.ડી.મોદી કોલેજ રોડ પર ગરમ વસ્ત્રોના બજારને લાઈટની પરમિશન ન મળતા હાલાકી

પાલનપુર જી.ડી.મોદી કોલેજ રોડ પર ગરમ વસ્ત્રોના બજારને લાઈટની પરમિશન ન મળતા હાલાકી

વેપારીઓ જનરેટર લગાવી ગરમ વસ્ત્રોનો વેપાર કરી રહ્યા છે. પાલનપુર શહેરના જી.ડી. મોદી કોલેજ રોડ પર છેલ્લા છ વર્ષથી નેપાળી માર્કેટ તેમજ સ્થાનિક લોકો દ્વારા ગરમ કપડાનું માર્કેટ લગાવવામાં આવે છે પરંતુ દર વખતે પરમિશન મળી જતી હોવાથી લાઈટની વ્યવસ્થા થઈ જતી હોય છે પરંતુ આ વખતે મંજૂરી ન મળતા વેપારીઓને લાઈટ ના અભાવે જનરેટર પર લાઇટની વ્યવસ્થા કરવી પડતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

પાલનપુર શહેરના જી. ડી. મોદી કોલેજ થી પશુ દવાખાના તરફ જતા માર્ગ ઉપર શિયાળામાં ગરમ વસ્ત્રોનું માર્કેટ લાગે છે અને સીઝન દરમિયાન નેપાળી માર્કેટ તેમજ સ્થાનિક લોકો દ્વારા ગરમ કપડાનો વેપાર કરે છે પરંતુ આ વખતે હજુ સુધી મંજૂરીના અભાવે તે લાઈટ લઈ શક્યા નથી જેથી અત્યારે જનરેટર લગાવી ગરમ વસ્ત્રોનો વેપાર કરી રહ્યા છે આ અંગે સ્થાનિક વેપારીઓ અને નેપાળી વેપારીઓએ જણાવ્યું હતું કે અમે દર વખતે અહીં ગરમ વસ્ત્રોનું માર્કેટ લગાવીએ છીએ તંત્ર દ્વારા દર વખતે તંત્ર દ્વારા મંજૂરી  આપી દેવામાં આવે છે પરંતુ આ વખતે હજુ સુધી મંજૂરી ન આપવાના કારણે લાઈટની વ્યવસ્થા ઉભી કરી શક્યા નથી જેથી અત્યારે અમારે જનરેટર લગાવી ગરમ કપડાના સ્ટોલમાં લાઈટની વ્યવસ્થા કરવી પડી છે જે અમને આટલી મોંઘવારીમાં પરવડે તેમ નથી તેથી તંત્ર દ્વારા અમને ઝડપથી મંજૂરી પૂરી પાડવામાં આવે તેવી અમારી માંગ છે.

સંબંધિત સમાચાર