આરામ, ભોજન અને સુરક્ષા માટે ભાદરવી પૂનમના મેળામાં પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા તડામાર તૈયારીઓ...!

ધોરી ગામે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા યોજાનાર કેમ્પની મુલાકાત લીધી
આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને ડીસાના સેવાભાવી, દાનવીર અને ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પી.એન.માળી દ્વારા વડગામ તાલુકાના ધોરી ગામ ખાતે સેવા કેમ્પની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ વર્ષે માતાજીના લાખો ભક્તો માટે આધુનિક સુવિધાઓ સાથે એક વિશાળ ડોમમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આ સેવા કેમ્પના સ્થળની મુલાકાત લીધી હતી અને પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા થતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગયા વર્ષે યોજાયેલા સેવાકીય કેમ્પોમાં પણ લાખો શ્રદ્ધાળુઓએ ભોજન, આરામ અને અન્ય સુવિધાઓનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.
આ વર્ષે પણ, પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા ભક્તોની સુવિધા માટે ભવ્ય અને અલૌકિક વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ધાર કરાયો છે. ભક્તોને શક્તિ અને સલામતીનો અનુભવ કરાવવા માટે આ કેમ્પમાં ભોજન, મેડિકલ સેવાઓ, આરામની વ્યવસ્થા, અને સુરક્ષા વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે. આ તૈયારીઓ દર્શાવે છે કે આ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ટેગ્સ:#Banaskantha District#Security Arrangements#Vadgam Taluka#Cultural Events#Medical Facilities#Devotee Services#Ambaji Pilgrimage#P.N. Mali Foundation#Bhadarvi Poonam Fair#Dhori Village Camp#Food and Shelter#Volunteer Service#Spiritual Hospitality#Fair Infrastructure
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં ઉત્તર પોલીસનું ટ્રાફીક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પાલિકાની લાલઆંખ: રખડતા ઢોરના ત્રાસ સામે સઘન ઝુંબેશ શરૂ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: તમામ બેઠકો પર 'ક્લીન સ્વીપ'
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા દક્ષિણ પોલીસની મોટી સફળતા: ૧૦૦થી વધુ CCTV ચકાસી લૂંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો
2 દિવસ પહેલા
