રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસાના ગાયત્રી મંદિર નજીક ગૌમાતાના વાછરડાના અવશેષ ફેંકવામાં આવતા આક્રોશ

ડીસાના ગાયત્રી મંદિર નજીક ગૌમાતાના વાછરડાના અવશેષ ફેંકવામાં આવતા આક્રોશ
કસુરવારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ડીસાના ગાયત્રી સર્કલથી સ્પોર્ટ્સ ક્લબ તરફ જતા રોડ પર ગાયના વાછરડાનું માથું અને પગ કાપેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનો અને જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વાછરડાના માથા અને પગને પોસ્ટમોર્ટમ માટે પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતા. આ મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ વિનોદભાઈ લોઢાએ ઉત્તર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે જો કોઈએ વાછરડાની હત્યા કરી હોય, તો હત્યારાને શોધી કાઢી ગૌહત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. આ ઉપરાંત, જો કોઈ પશુ માલિકે વાછરડાને રસ્તા પર છોડી દીધું હોય અને શ્વાન દ્વારા તેને ફાડી ખાવામાં આવ્યું હોય, તો તે માલિક સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે.આ ઘટનાએ ફરી એકવાર રખડતી ગાયો અને પશુઓના માલિકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉભી કરી છે. લોકોનું કહેવું છે કે પવિત્ર શ્રાવણ માસમાં આવી ઘટના બનવી એ હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર