વડનગર તાલુકાના વલાસણથી શોભાસણ જવાના રસ્તે નજીકમાં આવેલ અવાવરું જગ્યાએ એક ઝાડ પર બે લાશો લટકતી હાલતમાં જોવા જોવા મળી હતી જેમાં એક પુરુષ અને એક મહિલાની લાશ લટકતી હતી. મૃતક યુવક અને યુવતી બંને વિજાપુર તાલુકાના ફલુ ગામના રાવળ સમાજ હોવાનું સૂત્રો દ્રારા જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટના બાબતે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા તાત્કાલીક ધોરણે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી ઝાડ પરથી લાશોને ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યાર બાદ મૃતક યુવક અને યુવતીની ઓળખવીધી કરવામાં આવતા જાણવા મળેલ કે મરણ જનારા બન્નેય વ્યક્તિઓ પ્રેમ સંબંધ ધરાવતા હતા. વલાસણ ગામે ઝાડ પર લટકતી હાલતમાં મળી આવેલી યુવક અને યુવતીની બે લાશને પોલીસે વડનગર સીવીલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં બંન્ને પ્રેમી પંખીડા વિવાહીત હોવા છતાં પણ ઘર ને ગામ છોડીને ભાગ્યા હતા. મૃતકોની ઓળખવીધીમાં પોલીસને જાણવા મળેલ કે યુવક અને યુવતી બન્નેય વિજાપુર તાલુકાના ફલુ ગામના રહેવાસી છે જેમના નામ દિવ્યાબેન રાવળ અને કિરણભાઈ રાવળ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જે મામલે હાલના તબક્કે પોલીસ કર્મીઓએ પ્રેમ પ્રકરણને લઈને વિરોધ હોવાથી આત્મહત્યા કર્યા હોવાનું માની લાડોલ પોલીસ સ્ટેશનમા જાણવા જોગ ફરિયાદ નોંધાઈ આ મામકે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વડનગરના વલાસણ ગામે ઝાડ પર લટકતી હાલતમાં યુવક અને યુવતીની લાશ મળતાં હાહાકાર

ટેગ્સ:#Vadnagar#Crime Investigation#Social Issues#media coverage#Community Response#Bijapur Taluka#Local Authorities#Tragic Incident#Valasan Village#Hanging Bodies#Young Man and Girl
સંબંધિત સમાચાર
મહેસાણાન્યાયની માંગ સાથે મહેસાણા ગુંજ્યું : ક્ષત્રિય ઠાકોર સમાજની મહારેલી, કલેક્ટરને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
મહેસાણાશક્તિપીઠ બેચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાનો થનગનાટ: વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના રૂ.૩૮.૫૭ કરોડના આવાસોનું વડાપ્રધાન ઈ-લોકાર્પણ કરશે
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
3 દિવસ પહેલા
