રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 જુલાઈ, 2025| Super Admin

ડીસામાં ઓનલાઈન લુડો જુગારનો પર્દાફાશ : એક શખ્સ ઝડપાયો

ડીસામાં ઓનલાઈન લુડો જુગારનો પર્દાફાશ : એક શખ્સ ઝડપાયો
પોલીસ દ્વારા ઓનલાઈન જુગાર રમતા ઈસમ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક  અક્ષયરાજ મકવાણા અને સરહદી રેન્જ કચ્છ- ભુજના પોલીસ મહા નિરીક્ષક  ચિરાગ કોરડીયાની સૂચના મુજબ, ડીસા શહેર ઉત્તર પોલીસે ઓનલાઈન લુડો ગેમ દ્વારા ચાલતા જુગારનો એક કેસ શોધી કાઢ્યો છે.ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક  સી.એલ. સોલંકી અને ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર  આર.એચ. જારીયાના માર્ગદર્શન હેઠળ, ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન, ડીસાના ધુળીયાકોટ, ઈન્દિરાનગર, વીરકૃપા સોસાયટીના નાકેથી વિજયભાઈ દેવાભાઈ માળી (રહે. ડીસા, ધુળીયાકોટ, ઈન્દિરાનગર, હરિઓમ પાર્ક સોસાયટી) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. વિજયભાઈ દેવાભાઈ પોતાના સેમસંગ કંપનીના મોબાઈલમાં વોટ્સએપ એપ્લિકેશન પર "Game2Win (LUDO CLUB) TRUSTED 100%" નામનું ગ્રુપ બનાવીને ઓનલાઈન ગ્રાહકો મેળવી પૈસાની હારજીતનો જુગાર રમી-રમાડતા હતા. પોલીસે તેની પાસેથી રૂ. ૧૫,૦૦૦/-ની કિંમતનો એક મોબાઈલ ફોન જપ્ત કરી, તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા પોલીસ દ્વારા પ્રોહીબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર