ડીસાના જુના શાકમાર્કેટ નજીક આવેલા ખાડિયા વિસ્તાર પાસેના એક શોપિંગ સેન્ટરની દુકાનના ઉપરના ભાગે મોડી રાત્રે નિયમિતપણે દારૂની મહેફિલ જામતી હોવાની ફરિયાદો ઉઠી છે. આ પ્રવૃત્તિને કારણે સ્થાનિક દુકાનદારો અને વેપારીઓ ભારે પરેશાન થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, રાત્રીના સુમારે કેટલાક અસામાજિક તત્વો અહીં એકઠા થાય છે અને દારૂ-બિયરની પાર્ટીઓ યોજે છે. મહેફિલ બાદ આ તત્વો દારૂ અને બિયરની ખાલી બોટલો તેમજ અન્ય કચરો ત્યાં જ ફેંકી દે છે. રાત્રે થતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે સવારે દુકાન ખોલવા આવતા વેપારીઓને ગંદકી અને દારૂની તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડે છે. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, આ તત્વોની દાદાગીરી અને ગંદકીથી તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તેમનો વેપાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે.સ્થાનિક વેપારીઓએ આ મામલે પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા અને આવા તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. નશાખોરીની આ પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં આવે અને વિસ્તારમાં કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે.
ડીસાના ખાડિયા વિસ્તાર નજીક દુકાનમાં રાત્રે દારૂની મહેફિલ : સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં ઉત્તર પોલીસનું ટ્રાફીક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પાલિકાની લાલઆંખ: રખડતા ઢોરના ત્રાસ સામે સઘન ઝુંબેશ શરૂ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: તમામ બેઠકો પર 'ક્લીન સ્વીપ'
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા દક્ષિણ પોલીસની મોટી સફળતા: ૧૦૦થી વધુ CCTV ચકાસી લૂંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો
2 દિવસ પહેલા
