આજે નગર પાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખની ચુંટણી પ્રક્રિયા નગર પાલિકાના સભા ખંડમાં ચુંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે અમૃતભાઈ ગણેશભાઈ માળીને ભાજપ તરફથી મેન્ડેડ આપી ફોર્મ ભરવામાં આવ્યું હતું અને ઉપપ્રમુખ તરીકે બલુભા બદસિહ રાઠોડને પક્ષે મેન્ડેડ આપી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું.અન્ય કોઈ ફોર્મ ન આવતા બન્ને ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે ભાજપ તરફી કારોબારી અધ્યક્ષ તરીકે ઉષાબેન હિતેશભાઈ ઠક્કર, પક્ષના નેતા તરીકે ચેતનાબેન નટવરલાલ દવે અને દંડક તરીકે વિષ્ણુબેન રાજાભાઈ ઠાકોરની વરણી કરવામાં આવી હતી. ચુંટણીમાં શહેર ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પુર્વ પ્રમુખ ગુમાનસિહ ચૌહાણ, પાલિકા પુર્વ પ્રમુખ નૌકાબેન પ્રજાપતિ, હરીભાઈ આચાર્ય, નરેશભાઈ અખાણી, સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને નવનિયુક્ત પ્રમુખ- ઉપપ્રમુખને મોં મીઠું કરાવીને હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાભરમાં ભાજપનું નવું સુકાન: પ્રમુખપદે અમૃતભાઈ માળી અને ઉપપ્રમુખપદે બલુભા રાઠોડની વરણી

સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવ-થરાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 'રોડ સેફ્ટી' અંતર્ગત બાઇક રેલી યોજાઈ
2 દિવસ પહેલા
વાવ-થરાદથરા નગરપાલિકા ચૂંટણી માહોલ: AAP કાર્યાલયના ઉદ્ઘાટને ગઢવીના પ્રહારોથી ગુંજ્યું
4 દિવસ પહેલા
વાવ-થરાદચંદન રાઠોડ પરિવારને સહાય: માત્ર બે જ દિવસમાં રૂ.40 લાખથી વધુનું અનુદાન એકત્રિત
5 દિવસ પહેલા
વાવ-થરાદવાવના ચાંદરવા ગામે પોલીસના દરોડા: સીમમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા
1 અઠવાડિયા પહેલા
