બનાસકાંઠા જિલ્લામાં નીટ ની પરીક્ષા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી. જેમાં 75 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં રવિવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બી ગ્રુપના વિદ્યાર્થીઓની નીટની પરીક્ષા યોજાઇ હતી. જે પરીક્ષા બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાઇ હતી. વિદ્યાર્થીઓને સવારે 11 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં 12 કેન્દ્રો પર 4931 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે, 4856 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જ્યારે 75 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાનું ડી.ઇ.ઓ. ડો.હિતેશ પટેલે જણાવ્યું હતું. દરેક પરીક્ષાખંડમાં બે-બે નિરીક્ષકો ફરજ બજાવી હતી. જિલ્લા કલેક્ટર રચિત સમિતિએ પરીક્ષાની સુચારુ વ્યવસ્થા માટે વિશેષ આયોજન કર્યું હતું. પરીક્ષા દરમિયાન 300 મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થી સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આમ, નીટ ની પરિક્ષા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી.
બનાસકાંઠામાં નીટની પરીક્ષા શાંતિપૂર્વક સંપન્ન 12 કેન્દ્રો પરથી 4856 છાત્રો એ પરીક્ષા આપી: 75 રહ્યા ગેરહાજર

ટેગ્સ:#Banaskantha District#Educational Assessment#Peaceful Conduct#NEET Exam#Invigilators#Student Attendance#Exam Center Management#Class 12 Science Stream#Examination Security#District Collector Arrangements#Exam Results#Student Registration#Absenteeism
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર હાઈવે પર મોટી કાર્યવાહી: લક્ઝરી બસમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાવૈશાખી વાયરાનો કહેર: સરહદી પંથકમાં પવનની પંખે ચડી ધૂળની ડમરીઓ!
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મામલતદાર કચેરી ખાતે ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ
2 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ: અફરાતફરી બાદ તંત્ર દોડતું થયું
2 દિવસ પહેલા
