રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા3 સપ્ટેમ્બર, 2026| Super Admin

બનાસકાંઠા RTOની કડક કાર્યવાહી: બે દિવસમાં 300 ચલણ ફાટ્યા અને 26 વાહનો ડીટેઈન

બનાસકાંઠા RTOની કડક કાર્યવાહી: બે દિવસમાં 300 ચલણ ફાટ્યા અને 26 વાહનો ડીટેઈન

ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે સઘન કાર્યવાહી; સફેદ નંબર પ્લેટવાળા ઈકો સહિતના વાહનો પર તવાઈ

બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે બનાસકાંઠા RTO દ્વારા નિયમભંગ કરનારા વાહન ચાલકો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દિવસ દરમિયાન RTOની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરી અંદાજે 300 જેટલા વાહનચાલકો સામે ચલણની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે નિયમોના ભંગ બદલ 26 જેટલા વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હોવાના અહેવાલ સાંપડ્યા છે.

ખાસ કરીને સફેદ નંબર પ્લેટ લગાવીને નિયમ વિરુદ્ધ દોડતી ઈકો સહિતની ગાડીઓ સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. RTOની સતત કાર્યવાહીને પગલે નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.RTO દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે આગામી દિવસોમાં પણ ચેકિંગ અને કાર્યવાહી યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે.

ઇકો ચાલકનું જોખમી ડ્રાઇવિંગ: લોકોનો જીવ તાળવે ચોટયો

 દરમિયાન મંગળવારે સાંજે RTOની ટીમ કાર્યવાહી કરી રહી હતી. ત્યારે એક ઈકો ચાલકે પીછો કરી રહી આરટીઓની ગાડીથી બચવા માટે ડીસા હાઈવેના સર્વિસ રોડ પર પોતાનું વાહન પુરઝડપે અને ભયજનક રીતે હંકાર્યું હતું. ઈકો ચાલકની આ બેદરકારીભરી ડ્રાઇવિંગને કારણે સર્વિસ રોડ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ અન્ય વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી.

ટેગ્સ:#Banaskantha RTO

સંબંધિત સમાચાર