સરહદી રેન્જ કચ્છ- ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા નાસતા- ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાના અનુસંધાનમાં, ડીસા શહેર ઉત્તર પોલીસે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (કચ્છ) ના NDPS એક્ટના ગુનામાં સંડોવાયેલ સહ-આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકી અને ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એચ. જારીયાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સ્ટાફના માણસોએ સઘન કાર્યવાહી હાથ ધરી હતી.આ કાર્યવાહી દરમિયાન, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (કચ્છ) માં નોંધાયેલ ગુ.ર.નં. ૯૬૪/૨૦૨૫, NDPS એક્ટ કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ વિ. મુજબના ગુનામાં સહ-આરોપી તરીકે સંડોવાયેલ અતુલ ઉર્ફે રેસર રમેશભાઈ ઠાકોર, (રહે. ડીસા નેહરુનગર ટેકરા, તા. ડીસા) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસે ઝડપાયેલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપી દીધો છે. આ સફળ કામગીરી બદલ પોલીસની પ્રશંસા થઈ રહી છે.
ડીસા પોલીસે NDPS કેસના સહ-આરોપીને ઝડપી પાડી ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપ્યો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શહેર દક્ષિણ પોલીસની દરોડાની કાર્યવાહી: ભોપાનગર ત્રિકમવાડી પાસે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય રમત દિવસ'ની ભવ્ય ઉજવણી
1 દિવસ પહેલા
બનાસકાંઠાધાનેરા પોલીસની મોટી કાર્યવાહી: ટાટા સફારી કારમાંથી 228.7 કિલો પોષડોડા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાથી રણુજાધામ માટે પગપાળા સંઘનું પ્રસ્થાન: ૨૦૦થી વધુ પદયાત્રીઓ જોડાયા
1 દિવસ પહેલા
