નવી ભીલડી પટણીવાસ માં રહેતા વિજયકુમાર ભીખાભાઈ પટણી જેઓ તા.07-08-2025 ના રોજ શિહોરી મુકામે રક્ષાબંધન પર્વ પર રાખડી બાંધવા માટે ગયેલા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સો ઘરનું તાળું ખોલી ઘરમાંથી તિજોરી તોડી તિજોરી માં પડેલા રૂ. 3,50,000 રોકડા, સોનાનું એક કડું જેની કિંમત રૂ. 50,000 થી 60,000, ચાંદી ના સિક્કા નંગ 5 થી 6 તેમજ સોનાની બુટી નંગ 2 અને ચાંદીની એક લક્કી એમ કુલ મળી રૂ.4,50,000 થી વધુ મતાની ચોરી અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવી હતી. જેમાં ભોગ બનનાર ભીલડી પોલીસ સ્ટેશનમાં એફ.આર.આઈ આપવા ગયા હતા. પરંતુ પોલીસ પોતાની શાખ બચાવા એફ.આર.આઈ ની જગ્યાએ જાણવા જોગ અરજી લઈને સંતોષ માનવા માં આવ્યો હતો. ઉલ્લેખનીય છેકે અગાઉ સોયલા ગામે રૂ. 88,000 ની ચોરી નો ભેદ ઉકેલાયો નથી.
નવી ભીલડી; પરિવાર રક્ષાબંધન પર ગયો અને ઘર માંથી તસ્કરોનો હાથ ફેરો સાડા ચાર લાખ થી વધુની ચોરી

ટેગ્સ:#Criminal Investigation#Gold and silver theft#Property crime#House Robbery#Bhildi Police Station#Home Security#Raksha Bandhan Incident#Navi Bhildi Theft#Cash and Jewelry Stolen#FIR Delay#Festival Crime#Soyla Village Theft
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરના અંબિકાનગરમાં પીવાનું દૂષિત પાણી આવતું હોવાની રાવ
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત મેગા ડ્રાઇવ: MD ડ્રગ્સ, ચરસ, અફીણ સહિત ₹૨ કરોડનો મુદ્દામાલ ઝડપાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં પ્લાસ્ટિક પર તંત્રનો 'ગ્રીનડાઉન' પ્રહાર: ૧૨૫ કિલોથી વધુ જથ્થો જપ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા રૂરલ: રસાણા ગામે એલસીબીની રેડ, જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા
1 દિવસ પહેલા
