વાવ તાલુકાના નાળોદર ગામે સોમવારે રાત્રે ભાગીયાએ ખેતર માલિકની હત્યા કરી નાસી ગયો હતો. જેને પોલીસે નાકાબંધી કરી ઝડપી લીધો હતો. દરમિયાન ખેતર માલિકને ભાગીયાની પત્ની સાથે આડા સબંધ હોવાના તેમજ ભાગીયા પાંચ બાળકોને પણ તેનાથી દૂર કરી દીધા હોવાના કારણોસર ખેતર માલિકની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વાવ તાલુકાના બુકણા ગામના વતની અભાજી સુજાજી રાજપૂત નાળોદર ગામની સીમમાં જમીન ખરીદી હતી. જ્યાં સોમવારે રાત્રે તેમના ખેતરમાં રહેતો ભાગિયો રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના ભલેસરા ગામનો શામળભાઇ ફોટાભાઈ ભીલે તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઉપરા ઉપરી ધા મારી ધાતકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે બનાસકાંઠા જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતુ કે, ઘટનાની જાણ થતાં એલસીબી, એસઓજી ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે અલગ અલગ જગ્યાએ નાકા બંધી કરી વહેલી સવારે હત્યારા ભાગીયાને ઝડપી લીધો હતો. ખેતર માલિકને ભાગીયાની પત્ની સાથે લાંબા સમયથી આડા સબંધ હતા. સાથે સાથે એના જે પાંચ બાળકો છે એને પણ આ ભાગીયા થી દુર કરી મળવા દેવામાં આવતાં ન હોવાથી ભાગીયાએ ખેતર માલિકની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
વાવ તાલુકાના નાળોદર ગામની સીમનો હત્યારો ઝડપાયો; આડા સબંધ હોવાનું સામે આવ્યું

ટેગ્સ:#Crime#Vav taluka#Investigation#local news#Banaskantha District#Law Enforcement#Domestic Dispute#Police Arrest#Family Conflict#Rajasthan-Gujarat Border#Naloda Village#Revenge Killing
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં ઉત્તર પોલીસનું ટ્રાફીક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પાલિકાની લાલઆંખ: રખડતા ઢોરના ત્રાસ સામે સઘન ઝુંબેશ શરૂ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: તમામ બેઠકો પર 'ક્લીન સ્વીપ'
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા દક્ષિણ પોલીસની મોટી સફળતા: ૧૦૦થી વધુ CCTV ચકાસી લૂંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો
2 દિવસ પહેલા
