રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 જુલાઈ, 2025| Super Admin

ડીસામાં ખાડા મુદ્દે નગર પાલિકા ચીફ ઓફિસરની લાલ આંખ

ડીસામાં ખાડા મુદ્દે નગર પાલિકા ચીફ ઓફિસરની લાલ આંખ
કામગીરી પર રોક, ૨ દિવસમાં ખાડા પૂરવા આદેશ ડીસા શહેરમાં ઠેર ઠેર ખોદવામાં આવેલા ખાડાઓને કારણે સર્જાયેલી હાલાકી અને ભાજપ શાસિત નગરપાલિકાની બદનામીને પગલે પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે. વિવિધ મોબાઈલ કંપનીઓ અને અંડર ગ્રાઉન્ડ કેબલ નાખતી કંપનીઓ દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાનના આદેશની અવગણના કરીને શહેરમાં ખોદવામાં આવેલા ખાડાઓને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આખરે ચીફ ઓફિસરે આવી કંપનીઓની કામગીરી પર રોક લગાવી દીધી છે. અને બે દિવસમાં તમામ ખાડા પૂરવાનો કડક આદેશ આપ્યો છે. ડીસા નગરપાલિકા દ્વારા શહેરના રાજ માર્ગોને ખાડામુક્ત બનાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ વિવિધ કંપનીઓ દ્વારા ઠેર ઠેર ખોદકામ કરીને ફરીથી ખાડાઓનું સામ્રાજ્ય ફેલાવી દેવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુમાં પણ આ ખોદકામ ચાલુ રહેતા નાની-મોટી અકસ્માતની ઘટનાઓ પણ બની રહી હતી. આ મામલે મીડિયામાં સતત અહેવાલો પ્રકાશિત થતા હતા અને નગરપાલિકાની છબી ખરડાઈ રહી હતી. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ હવે એક્શન મોડમાં આવ્યા છે. તેમણે શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ફેલાવનાર કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આ કંપનીઓની કામગીરી પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત,  શહેરમાં ખોદવામાં આવેલા તમામ ખાડાઓ આગામી બે દિવસમાં પૂરવાની કડક સૂચના આપવામાં આવી છે. જો આ સમયમર્યાદામાં ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ નહીં થાય તો, સંબંધિત કંપનીઓની તમામ મશીનરી પાલિકા દ્વારા જપ્ત કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.પાલિકાના ચીફ ઓફિસર દ્વારા લેવાયેલા આ કડક પગલાંને કારણે શહેરીજનોમાં સંતોષની લાગણી પ્રવર્તી રહી છે અને તેમની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

સંબંધિત સમાચાર