રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ઉત્તર ગુજરાત11 જુલાઈ, 2026| Super Admin

મુખ્યમંત્રીએ બનાસકાંઠામાં મેડીવંતા હેલ્થ કેર કેમ્પસનું ભૂમિપૂજન કર્યું

મુખ્યમંત્રીએ બનાસકાંઠામાં મેડીવંતા હેલ્થ કેર કેમ્પસનું ભૂમિપૂજન કર્યું

બનાસકાંઠાના તેનીવાડા (પાલનપુર-સિદ્ધપુર હાઈવે) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ'નું ભૂમિપૂજન કર્યું હતું. જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પસ આશરે ₹450 કરોડના ખર્ચે નિર્માણ પામશે.આ પ્રસ્તાવિત ઇન્ટિગ્રેટેડ મેડિકલ કેમ્પસમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાત સહિત આસપાસના જિલ્લાઓ અને પડોશી રાજ્યોના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ 'વિકસિત ભારત'ના સંકલ્પ તરફ આગળ વધી રહ્યો છે. 'વિકાસની સાથે વિરાસત'ના અભિગમથી રાષ્ટ્ર નિર્માણને નવી દિશા મળી છે. તેમણે દેશના છેવાડાના માનવી સુધી વીજળી, પીવાનું પાણી, માર્ગો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પહોંચાડી વિકાસને સર્વસમાવેશક બનાવ્યો છે.
આરોગ્ય ક્ષેત્રે પણ ડૉક્ટરોની સંખ્યા વધારવા માટે મેડિકલ શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અગાઉ દર વર્ષે આશરે 1175 ડૉક્ટરો તૈયાર થતા હતા, જ્યારે આજે લગભગ 7000 નવા ડૉક્ટરો તૈયાર થઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ 'પહેલું સુખ તે જાતે નર્યા' કહેવતને ટાંકીને આવા આરોગ્ય પ્રકલ્પોને માનવસેવાનું ઉત્તમ કેન્દ્ર ગણાવ્યા હતા.તેમણે પાણી બચાવ અને પ્રાકૃતિક ખેતીના અભિયાનને પણ પ્રાથમિકતા આપવાની વાત કરી. આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાખો પરિવારોને ₹10 લાખ સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ મળ્યું છે. વડાપ્રધાનના 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ના મંત્રને આગળ વધારતી આ પહેલ 'વિકસિત ગુજરાત'ના લક્ષ્ય સાથે 'વિકસિત ભારત-2047'ના સંકલ્પને સાકાર કરવામાં મદદરૂપ થશે.

સંબંધિત સમાચાર