રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા13 જૂન, 2025| Super Admin

ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માતા પુત્રનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત

ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માતા પુત્રનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત

પિતાની અંતિમ ક્રિયા માટે પુત્ર લંડનથી અમદાવાદ આવ્યો હતો; અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માતા અને પુત્રનું મોત નિપજ્યું છે. પખવાડિયા અગાઉ પિતાનું નિધન થતા અંતિમ વિધિ માટે આવેલ પુત્ર માતાને લઈ પરત લંડન જતા ઘટના બની હતી જેને લઈને મૃતકના કુટુંબીજનોમાં શોકનો માહોલ સર્જાયો છે. પિતાની અંતિમ ક્રિયા માટે પુત્ર લંડનથી અમદાવાદ આવ્યો હતો જ્યારે આ પ્લેન દુર્ઘટનામાં પિતાનું અને દાદીનું મૃત્યુ થતાં પુત્ર લંડનથી પિતાની અંતિમ સંસ્કાર માટે અમદાવાદ આવશે. ઊંઝા તાલુકાના ઐઠોર ગામના વતની અને અમદાવાદ નરોડા ખાતે રહેતા કેતનભાઇ ભગવાનભાઈ પટેલ ઉ.વ ૪૦ પખવાડિયા અગાઉ તેઓના પિતાનું નિધન થતા અંતિમ વિધિ માટે અમદાવાદ આવ્યા હતા. પિતાની અંતિમ વિધિ પુર્ણ કરી અમદાવાદ ખાતે પોતાના ઘરેથી માતા સવિતાબેન પટેલ ઉ.વ ૭૦ સાથે પરત લંડન જઈ રહ્યાં હતા તે દરમિયાન ઘટના બનતા બન્ને જણાના મોત નીપજ્યા હતાં.

સંબંધિત સમાચાર