રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ23 એપ્રિલ, 2025| Super Admin

પાટણ શહેર અને જિલ્લા માંથી હજ જનારા 700 થી વધુ હજયાત્રીઓનું રસીકરણ કરાયું

પાટણ શહેર અને જિલ્લા માંથી હજ જનારા 700 થી વધુ હજયાત્રીઓનું રસીકરણ કરાયું
60 વર્ષ થી ઉપરના હજ યાત્રિકો ને ઈંનફ્લુએન્ઝાની વિશેષ રસી આપવામાં આવી પાટણ શહેર અને જિલ્લા માંથી હજ પર જનારા 700 થી વધુ હજયાત્રીઓ માટે મંગળવારે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ સ્ટાફ ,તાલુકા આરોગ્ય કચેરી અને હાજી ખીદમત કમીટી દ્રારા વેક્સિનેશન નો કેમ્પ યોજાયો હતો. જેમાં 712 જેટલા હજયાત્રીઓ ને પોલિયો અને મગજ ના તાવની રસી મુકવામાં આવી હતી. તો 60 વર્ષ થી ઉપર ના હજ યાત્રિકો ને ઈંનફ્લુએન્ઝાની વિશેષ રસી આપવામાં આવી હતી. સાઉદી અરેબિયાના મક્કા મદીના શહેરમાં દર વર્ષે મુસ્લિમ બિરાદરો પરિવારજનો સાથે હજની પવિત્ર યાત્રાએ સમગ્ર વિશ્વમાંથી મોટી સંખ્યામાં હજ ના સફરે જાય છે. જેઓ માટે પાટણ હાજી ખીદ્દમત કમિટી દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 712 જેટલા યાત્રિકોને મગજના તાવ અને પોલીઓની રસી આપવામાં આવી હતી.હજયાત્રીઓ માટે સિવિલ સર્જન દ્વારા આપવામાં આવતું ફીઝીકલ ફિટનેશનું સર્ટીફીકેટ તથા જરૂરી માર્ગદર્શન અને મેડિસીન આપવામાં આવી હતી. જેમાં શહેર અને જિલ્લાના 712 હજયાત્રીઓએ હાજર રહીને વેક્સિન (રસી) મુકવામાં આવી રહી છે. હજ કમીટી ના ટ્રેનર રહીશ એહમદ અબ્બાસી એ જણાવ્યું હતું કે પાટણ જિલ્લા ના હાજયાત્રીઓ ને રસી આપવાનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. આ વર્ષે પાટણ જિલ્લાના 712 હાજયાત્રીઓ હજ યાત્રાએ જનાર છે.ત્યારે આગામી 2 જી મેં.ના રોજ પાટણ જિલ્લાના હજ યાત્રિકો હજ કરવા માટે અમદાવાદ એરપોર્ટ ખાતે થી ફ્લાઇટ માં સાઉદી અરેબિયાના મક્કા મદીના ખાતે હજના અરકાન માટે રવાના થશે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા માંથી હજયાત્રાએ જનાર સૌ મુસ્લિમ પરિવારને ઉપસ્થિત સૌએ હજયાત્રાની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

સંબંધિત સમાચાર