વિજ પોલ પરના ઈલેક્ટ્રીક વાયર ને અડકતા વાનરરાજ મોત ને ભેટ્યા

પદ્મનાભ મંદિર કાર્યાલય ના મહેતાજી સહિત સેવકોએ વાનરરાજ ની અંતિમવિધિ કરી; પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ની વાડી પરિસર અનેક અબોલ જીવો માટે આશ્રય સ્થાન બન્યું છે. ત્યારે વાડી પરિસરમાં આશ્રય લઈ રહેલ વાનર પરિવાર પૈકીના એક વાનરને રવિવારે ઈલેક્ટ્રીક પોલ પરથી પસાર થતા વિજ વાયર ના કારણે શોટૅ લાગતા તેનું મોત નિપજ્યું હતું. આ ધટનાની જાણ શ્રી પદ્મનાભજી મંદિર કાર્યાલયમાં ફરજ બજાવતા રમેશભાઈ પ્રજાપતિ મહેતાજીને થતાં તેઓએ અન્ય સેવકો સાથે વાંસના બંબુની મદદથી મૃતક વાનરને વિજ પોલ પરથી નીચે ઉતારી તેની વિધિસરની અંતિમ વિધિ કરી જીવદયાની ભાવનાને ઉજાગર કરી હતી.
ટેગ્સ:#Patan city#Wildlife Casualty#Electric Wire Hazard#Urban Wildlife Risk#Animal Death#Last Rites for Animal#Humane Response#Shri Padmanabhji Temple#Temple Grounds Incident
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
12 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
12 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
