હાલમાં જીલ્લામાં ગરમી વધે તેવી એલર્ટ આપવામાં આવી છે. તેની વચ્ચે ગરમીની અસર જોવા મળી રહી છે. લોકો બપોરે બાર વાગ્યા પછી ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મેગા સિટીમાં બપોરે બાર થી ચાર વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ગરમીની લીધે હાલ થીજ બહાર રોડ મૃગજળ જેવા દ્રશ્યો સર્જાયા હતા. હાઈવે પણ સૂના થઈ ગયા હોય એવા લાગી આવી રહ્યા હતા. મૃગજળએ ઉનાળામાં રણ વિસ્તાર કે હાઈવે પર જોવા મળતી પ્રકાશિત ભ્રમણા છે ગરમીથી જમીનની નજીકની હવા પાતળી થવાથી દૂરની વસ્તુઓ કે આકાશનું પ્રતિબિંબિ પાણી જેવું સરોવર જેવું ભીનાશ જેવું દેખાય છે. જે નજીક જતા ગાયબ થઈ જાય છે. મોટા ભાગે રણ વિસ્તાર કે સીધા હાઈવે પર આવી ભ્રમણા વધુ થઈ હોય છે જે અનુભવ દરેકે ગાડીઓમાં આવતા જતા ગરમીમાં જોયું હોય છે જેને મૃગજળ તરીકે પણ ઓળખાય છે.
બનાસકાંઠા જિલ્લામાં ગરમી વધતા રોડ ઉપર મૃગજળના દ્રશ્યો સર્જાયા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
23 કલાક પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
1 દિવસ પહેલા
