ભાભર તાલુકાના સણવા ગામ પાસે દુધનું ટેન્કર પલટતા દુધની રેલમછેલ

ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ; બનાસ ડેરીનું ટેન્કર સાંતલપુરના ગ્રામીણ વિસ્તારોની દુધ ડેરીમાંથી વહેલી સવારે દુધ ભરીને ટેન્કર અચાનક રોડ ઉપર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો.બનાસ ડેરીનું દુધ ટેન્કર (નંબર જીજે એયુ 5515) ભાભર તરફ આવતા સણવા ગામના પાટિયા પાસે ટેન્કરના આગળના ભાગના ટાયરનો જોટો નીકળી જતાં ડ્રાઈવરે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઈડમાં આવેલ ખાડામાં ખાબકયુ હતું.ટેન્કર ખાડામાં ખાબકી પલ્ટી મારી જતા 10 હજાર લીટર દુધનો જથ્થો ઢોળાઈ જતા દૂધની રેલમછેલ થઈ હતી. અને રોડની સાઈડમાં દુધના ખાડા ભરાયા હતા.જેમાં હજારો રૂપિયાનું નુકશાન થયું છે.જે અકસ્માતની ફરીયાદ ભાભર પોલીસ મથકે નોંધાઈ છે. આ અકસ્માતમાં સદનસીબે ડ્રાઈવર કંડકટરનો આબાદ બચાવ થયો હતો.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શહેર દક્ષિણ પોલીસની દરોડાની કાર્યવાહી: ભોપાનગર ત્રિકમવાડી પાસે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય રમત દિવસ'ની ભવ્ય ઉજવણી
1 દિવસ પહેલા
બનાસકાંઠાધાનેરા પોલીસની મોટી કાર્યવાહી: ટાટા સફારી કારમાંથી 228.7 કિલો પોષડોડા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાથી રણુજાધામ માટે પગપાળા સંઘનું પ્રસ્થાન: ૨૦૦થી વધુ પદયાત્રીઓ જોડાયા
1 દિવસ પહેલા
