મહેસાણા મનપાની કચરા ગાડીવાળા ઘરેલુ કચરો લઈ જવાના અલગથી પૈસા ઉઘરાતા હોવાની શહેરમાં ચર્ચા

કચરા ગાડીના અનિયમિત સમયથી મહિલાઓ ત્રાસી ગઈ
મહેસાણા શહેરમાં જ્યારથી મહાનગરપાલિકા લાગુ કરવામાં આવી છે ત્યારથી શહેરમાં વિકાસ કાર્યોએ વેગ પકડ્યો છે. નવ નિયુક્ત મનપા કમિશ્નર રવિન્દ્ર ખટાલેના આવ્યા પછી તો જાણે કે મહેસાણા શહેરની સુરત જ બદલાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે શહેરની જનતા માટે હંમેશા વિકાસ કાર્યોને વેગ આપવા મથતા મહાનગરપાલિકાના અધિકારીઓની મહેનત પર મનપાના કર્મચારીઓ અને એજન્સી ધારકો જાણે કે પાણી ફેરવતા હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે.
મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો માલતાની સાથે જ મહેસાણાનો મહાનગર તરીકે વિકાસ થઈ રહ્યો છે. વિકાસ કાર્યોમાં નવા સોપાન સમાન ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે કચરા ગાડીઓ પણ વધારીને લોકોની સેવામાં સમર્પિત કરવામાં આવી છે. તેવામાં કચરાનો કોન્ટ્રાકટ ચલાવતી એજન્સી દ્વારા ડોર ટુ ડોર કચરો લેવા માટે અનેક ગાડીઓ શહેરના ખૂણે ખૂણે મુકવામાં આવી છે. જે સમયસર જેતે વિસ્તારની સોસાયટીમાં જઈને ઘરે ઘરેથી કચરો લઈ આવતી હોય છે. જે કચરા ગાડીના ચાલક અને સ્ટાફને જેતે એજન્સી કે મનપા દ્વારા માસીક પગાર ચુકવવામાં આવે છે, પરંતુ મહેસાણા મનપાની આ કચરા ગાડીવાળા પ્રતિ માસ દરેક સોસાયટીમાંથી ઘરેલુ કચરો લઈ જવાના નામે મનફાવે તેવા પૈસા ખંખેરતા હોવાની ચર્ચા આખા શહેરમાં સાંભળવા મળી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું મનપા કે જેતે એજન્સી દ્વારા કચરા ગાડીવાળાને પગાર કે વેતન કે ભથ્થું ચૂકવવામાં નહીં આવતું હોય ? કે પછી કચરાના નામે કચરા ગાડીવાળા લોકોના ખિસ્સા પર વધારાનો માસીક બોજ આપીએજન્સી કે મનપાની જાણ બહાર જ ખાનગી કમાણી કરતા હશે ?
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરને કચરા મુક્ત બનાવવાના હેતુથી ચલાવવામાં આવતી કચરા ગાડીઓનો સમય પણ અનિયમિત હોવાથી શહેરભરની મહિલાઓ પણ કચરો કે કચરાનો ડબ્બો લઈને કલાકો સુધી બેસી રહીને ઘરકામથી વંચિત રહી જતી હોય છે જેના કારણે ગૃહિણીઓ પણ હવે તો આ કચરા ગાડીના અનિયમિત સમયથી તોબા પોકારી ઉઠી છે. આ કચરા ગાડીવાળાને મહિને પૈસા ન આપવામાં આવે તો જેતે ઘરનો કચરો લીધા વગર જ લોકોના ઘર પાસેથી રીતસરના ગાડી લઈને ચાલતી પકડે છે. ત્યારે વિકાસની વાતો વચ્ચે સ્વચ્છ મહેસાણાની વાત કરતા મનપાના અધિકારીઓને શું આ બાબતે ખ્યાલ નહીં હોય કે પછી આંધળા અને અજાણ્યા જેવો દેખાવ કરીને આંખ આડા કાન કરવાની નીતિ અપનાવવામાં આવે છે ?
ટેગ્સ:#Urban Development#Corruption Allegations#Community Concerns#Agency Accountability#Mehsana Municipal Corporation#waste management#Garbage Collection#Municipal Development#Ravindra Khatale#Irregular Timing#Household Waste#Driver Practices
સંબંધિત સમાચાર
મહેસાણાન્યાયની માંગ સાથે મહેસાણા ગુંજ્યું : ક્ષત્રિય ઠાકોર સમાજની મહારેલી, કલેક્ટરને આવેદનપત્ર અપાયું
1 દિવસ પહેલા
મહેસાણાશક્તિપીઠ બેચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાનો થનગનાટ: વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના રૂ.૩૮.૫૭ કરોડના આવાસોનું વડાપ્રધાન ઈ-લોકાર્પણ કરશે
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
3 દિવસ પહેલા
