રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા14 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાઓમાં મધરાતે મેઘરાજાએ ધબધબાટી બોલાવી

બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાઓમાં મધરાતે મેઘરાજાએ ધબધબાટી બોલાવી
દાંતીવાડા પાલનપુર વડગામ અને ડીસામાં ભારે વરસાદને લઈ જનજીવન અસ્તવ્યસ્ત જીલ્લામાં ધોધમાર વરસાદથી વધ્યા ઘટ્યા ખેતી પાકો પણ ખેદાન મેદાન | ખેડૂતવર્ગને મોટું નુકસાન બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય વરસાદી ઝાપટાં બાદ ઉઘાડ નીકળ્યો હતો. પરંતુ શનિવારની મધરાતે અચાનક આવેલા પલટાની સાથે કેટલાક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જેમાં જિલ્લા મથક પાલનપુર દાંતીવાડા વડગામ અને ડીસામાં ભારે વરસાદ થવા પામ્યો છે જેને લઈ નીચાણવાના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ફરી એકવાર વરસાદનું જોર વધતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને તેની મોટી અસર વર્તાઈ છે. ડીસા તાલુકાના અનેક ખેડૂતો હજુ સુધી મગફળીનો પાક લીધો નથી ત્યારે વરસાદ આવતા ફરી એક વાર મગફળીના પાકને નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હળવા થી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી; ગુજરાત રાજ્ય માં સર્જાયેલી વરસાદની બે સિસ્ટમો ને લઇ આગામી સાત દિવસ સુધી છૂટા છવાયા સ્થળો પર હળવા થી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં 13 થી 16 જુલાઈ સુધી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે જેને લઇ બનાસકાંઠા જિલ્લામાં 16 જુલાઈ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના,૧૪ તાલુકાઓ માંથી ૦૫ તાલુકાઓમાં ધોધમાર વરસાદ; બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકાઓ પૈકી 5 તાલુકાઓમાં શનિવારની મધરાતે થી રવિવાર સવાર સુધી ધોધમાર વરસાદ વર્ષો હતો જેમાં દાંતીવાડામાં સાડા છ ઈંચ,પાલનપુરમાં પાંચ ઇંચ, ડીસામાં સાડા ચાર ઇંચ અને દાંતા અને વડગામ માં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પાંચ તાલુકાઓમાં સામાન્ય વરસાદ થયો હતો ત્યારે ચાર તાલુકાઓમાં વરસાદ નોંધાયો નથી.

સંબંધિત સમાચાર