રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 જૂન, 2026| Super Admin

બોર્ડર પર મોટું ઓપરેશન: માવલ ચેકપોસ્ટ પાસે ટ્રાવેલ્સ બસમાંથી રૂ.4 કરોડના દાગીના જપ્ત

બોર્ડર પર મોટું ઓપરેશન: માવલ ચેકપોસ્ટ પાસે ટ્રાવેલ્સ બસમાંથી રૂ.4 કરોડના દાગીના જપ્ત

આબુરોડ રીકો પોલીસે ત્રણ શખ્સોની કરી ધરપકડ

રાજસ્થાનના આબુરોડ રીકો પોલીસ સ્ટેશને માવળ ચોકી ખાતે નાકાબંધી દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરી ટ્રાવેલ્સ બસમાંથી અંદાજે રૂ. 4 કરોડના સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. દાગીનાઓ અંગે કોઈ બિલ કે માન્ય દસ્તાવેજ રજૂ ન કરી શકતા પોલીસે ત્રણ શખ્સો ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સિરોહી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ હવાલા ધંધા અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત રીકો પોલીસ સ્ટેશનના પીઆઈ લક્ષ્મણસિંહ ચંપાવતના નેતૃત્વમાં માવળ ચોકી ખાતે સઘન નાકાબંધી કરવામાં આવી રહી હતી.

 દરમિયાન પાલનપુર તરફથી આવતી પુણે-જોધપુર ટ્રાવેલ્સ બસને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણ મુસાફરોના અલગ-અલગ બેગમાંથી મોટી માત્રામાં સોના અને ચાંદીના દાગીના મળી આવ્યા હતા. દાગીનાઓ અંગે બિલ અથવા અન્ય કોઈ કાયદેસર દસ્તાવેજ રજૂ કરવામાં નિષ્ફળ જતા પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસ મુજબ રમેશ કુમાર પ્રજાપતના બેગમાંથી 1.350 કિલોગ્રામ સોનું અને 300 ગ્રામ ચાંદી, ગજેન્દ્રસિંહ રાજપૂતના બેગમાંથી 890 ગ્રામ સોનાના દાગીના તેમજ ચંદૂલાલ સૈનના બેગમાંથી 571.5 ગ્રામ સોનું અને 500 ગ્રામ ચાંદીના દાગીના મળી આવ્યા હતા.પોલીસે કુલ અંદાજે 2.8 કિલોગ્રામ સોનું અને 800 ગ્રામ ચાંદીના દાગીના જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત આશરે રૂ. 4 કરોડ હોવાનું જણાવાયું છે.

 ત્રણ શખ્સો ઝડપાયા

પોલીસે રમેશકુમાર પુત્ર છોગાજી પ્રજાપત (રહે. બરલૂટ), ગજેન્દ્ર સિંહ પુત્ર ગોપાલસિંહ રાજપૂત (રહે. વેરા વિલપુર) અને ચંદૂલાલ પુત્ર જેસાજી સૈન (રહે. ગોલ, હાલ અમદાવાદ)ની ધરપકડ કરી છે.  આ મામલામાં દાગીનાઓનો સ્ત્રોત, માલિકી હક તેમજ હવાલા કે અન્ય આર્થિક ગેરરીતિઓ સાથે કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર