રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાટણ શહેરના સ્કૂલ માગૅ પર મોટો ભૂવો પડતાં અકસ્માતની સંભાવનાઓ પ્રબળ બની

પાટણ શહેરના સ્કૂલ માગૅ પર મોટો ભૂવો પડતાં અકસ્માતની સંભાવનાઓ પ્રબળ બની
પાલિકા તંત્ર કે વિસ્તારના નગરસેવકો લોકો ની સમસ્યા દૂર કરવા અસમર્થ બનતાં રોષ હાલમાં પાટણ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી તેમજ નવા પાણીના પાઇપલાઇન નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારના માર્ગદર્શન વિના આડેધડખોદ કામ કરી પાણીની મુખ્ય પાઇપલાઇન લીકેજ કરવાની સાથે કામગીરી પૂર્ણ થયા બાદ ખોદકામ કરેલ ખાડાઓનું સુવ્યવસ્થિત રીતે પુરાણ નહીં કરાતા અવારનવાર માર્ગો પર ભુવા પડવાની સમસ્યાઓ સર્જાય રહી છે. ત્યારે શહેરના સરદારબાગ નજીક નાણાવટી સ્કૂલ, સુભાષ ચોક રોડ તરફ જવાના માર્ગ પર મોટો ભુવો પડતા માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને વાહન ચાલકોમાં અકસ્માત થવાની સંભાવનાઓ બનવા પામી છે. વિસ્તારના રહીશોએ કોઈ અકસ્માત ન થાય તે માટે માર્ગ પર પડેલા હોવાને સુરક્ષિત બનાવવા ભુવાની ફરતે ઈટો તેમજ લાકડીમા કપડું લગાવી લોકો ને ભુવાથી અવગત કરવામાં આવી રહ્યાં છે. તો આ વિસ્તારમાં ખોદકામ દરમિયાન દિવસભર રોડ પર એકલી માટી ઉડતી હોવાના કારણે પણ લોકો પરેશાન બન્યાં છે છતાં પાલિકા તંત્ર કે આ વિસ્તારમાથી ચુંટાયેલા નગરસેવકો લોકોની સમસ્યા શુધ્ધા જોવા આવતું ન હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો હોવાની સાથે વોર્ડ નંબર 7 ના રહિશો એ ભાજપ ને વોટ આપી છેતરાઈ હોવાનો અહેસાસ કરતાં હોવાના આક્ષેપ વિપક્ષના નગર સેવક ભરત ભાટીયા દ્રારા કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર