રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 જૂન, 2026| Super Admin

ડીસા કોર્ટમાં મોટી સુવિધા: કેન્ટીન અને આકસ્મિક આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ

ડીસા કોર્ટમાં મોટી સુવિધા: કેન્ટીન અને આકસ્મિક આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ

નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ જજ એ.જે કાનાણીના હસ્તે ડીસા ખાતે નવનિર્મિત આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્ર અને કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પ્રથમ નંબરના આકસ્મિક સેવા કેન્દ્રના શુભારંભથી વકીલો અને પક્ષકારોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.

ડીસા અને પાલનપુર ખાતે શરૂ કરાયેલું આ આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્ર સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરનું છે. કોર્ટ સંકુલમાં કામગીરી દરમિયાન અચાનક તબિયત બગડે કે કોઈ ઈમરજન્સી ઊભી થાય, ત્યારે વકીલો, પક્ષકારો અને સ્ટાફના સભ્યોને તાત્કાલિક અને ઝડપી સારવાર મળી રહે તે માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સેવા કેન્દ્રનો પ્રારંભ ડિસ્ટ્રિક્ટ જજ એ.જે. કાનાણીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલનપુરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વાજપેયી, એ. આર ત્રિવેદી, એમ. બી. વાજપેયી, મારફતિયા સાહેબ, એમ. એચ. ત્રિવેદી, ડીસા બાર એસોસિએશન પ્રમુખ એલ.બી ખત્રી, સેક્રેટરી એમ.પી પઢીયાર, મેડિકલ સ્ટાફ ડીસા, કોર્ટનો સ્ટાફ, એસોસિએશનના વકીલો હાજર રહ્યાં હતાં. 

આરોગ્ય કેન્દ્ર ઉપરાંત ડીસા કોર્ટ પરિસરમાં નવી કેન્ટીનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનાથી દૂર-દૂરથી આવતા પક્ષકારો અને વકીલોને ભોજન તથા નાસ્તાની ઉત્તમ સુવિધા મળશે. બાર એસોસિએશન દ્વારા નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી અરજીને ધ્યાને લઈ આ સરાહનીય કાર્યો પૂર્ણ કરવા બદલ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સુવિધાઓથી કાનૂની સેવા સાથે જોડાયેલા તમામ લોકોને મોટો લાભ મળશે.

સંબંધિત સમાચાર