ઢીમા ચાર રસ્તા પર આજે એક લક્ઝરી બસમાં અચાનક આગ ફાટી નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો. બસમાં આગ લાગતા જ મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી, જોકે તમામ પેસેન્જરોએ સમયસૂચકતા વાપરી ત્વરિત બસની બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, લક્ઝરી બસ જ્યારે ઢીમા ચાર રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે બસ ભડભડ સળગવા લાગી હતી. સદનસીબે, મુસાફરોની સતર્કતાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગને કારણે આખી બસ બળીને રાખ થઈ ગઈ છે. https://youtu.be/_DML2jaUBdg
ઢીમા ચાર રસ્તા પર લક્ઝરી બસમાં આગ : અફરાતફરીનો માહોલ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
1 દિવસ પહેલા
બનાસકાંઠાપડતર માંગણીઓને લઈને બૃહદ બનાસકાંઠાના કર્મીઓ હડતાળના માર્ગે..!
1 દિવસ પહેલા
