રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા13 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુર તાલુકામાં ફરી લમ્પી વાયરસે દેખા-દેતા ખળભળાટ

પાલનપુર તાલુકામાં ફરી લમ્પી વાયરસે દેખા-દેતા ખળભળાટ
પાલનપુર તાલુકામાં ફરી વધુ એકવાર લમ્પી વાયરસે દેખા દીધી છે. જેમાં ભુતેડી, ચડોતર અને ચંડીસરમાં પશુઓમાં લમ્પી રોગની શરૂઆત થઇ છે. વર્ષ 2022માં લમ્પી રોગથી હજારો પશુઓના મોત થયા હતા. તેમજ લમ્પી રોગમાં પશુઓના શરીર પર ફોલ્લા થાય છે. પશુના આંખમાંથી પાણી આવે અને પશુ ખોરાક છોડી દે છે. લમ્પી અંગે તંત્ર ગંભીરતા નહીં દાખવે પરિસ્થિતિ વિકટ બની શકે છે. આ રોગના પશુને પહેલા 8 થી 10 દિવસ તાવ આવે છે અને ત્યાર બાદ પશુના શરીર પર ગાંઠો નીકળે છે. અમુક સમય બાદ આ ગાંઠો બેસી જાય છે અથવા ફૂટે છે. અમુક કેસમાં જ્યાં શ્વસન તંત્રમાં ગાંઠો હોય તો પશુઓને વધારે જોખમ રહેતું હોય છે. આ રોગ વાયરસથી થતો રોગ છે. આ રોગ સમયે પશુઓને આરામ આપવો જોઈએ. પશુને લમ્પી રોગ થયો હોય ત્યારે સીમાડામાં ચરવા માટે ના મોકલવું; પશુને આ રોગ થયો હોય ત્યારે પશુને સીમાડામાં ચરવા માટે ના મોકલવું જોઈએ. સીમાડા સુધી જવામાં પશુને વધારે તકલીફ પડે છે અને રોગનું પ્રમાણ વધે છે. જો પશુઓમાં આ રોગ જોવા મળે તો પશુઓને ચરિયાણ કરવા ના મોકલવું જેથી કરીને અન્ય પશુઓમાં આ રોગનો ફેલાવો અટકાવી શકાય.

સંબંધિત સમાચાર