રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા23 જુલાઈ, 2025| Super Admin

મોડી રાત્રે પાંચ દુકાનોના તાળા તૂટ્યા; બે લાખથી વધુની ચોરી, વેપારીઓમાં ફફડાટ

મોડી રાત્રે પાંચ દુકાનોના તાળા તૂટ્યા; બે લાખથી વધુની ચોરી, વેપારીઓમાં ફફડાટ

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં મોડી રાત્રે ચોરીનો એક મોટો બનાવ સામે આવ્યો છે. ડીસા-પાલનપુર હાઈવે પર આવેલા રચના સોસાયટીની બાજુના કોમ્પલેક્ષ અને ઈસ્કોન શોપિંગ સેન્ટરમાં આવેલી કુલ પાંચ દુકાનોને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે. આ ઘટનાને પગલે હાઈવે માર્ગ વિસ્તારના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, તસ્કરોએ લોખંડની કોશ અને ઈંગલનો ઉપયોગ કરીને દુકાનોના શટરો ઊંચા કર્યા હતા. ઝોરકો સ્વીટ્સ, ચાય નગરી, મેલડી ઓટો કન્સલ્ટન્ટ્સ, યોગેશ્વર સિમેન્ટ એજન્સી અને ભારત ઓટો પાર્ટ્સ – આ પાંચ દુકાનોમાં ચોરીનો બનાવ બન્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, અંદાજે  2 લાખ રૂપિયા ઉપરાંતના  મુદ્દામાલની ચોરી થઈ છે, જેમાં દુકાનોમાં રાખવામાં આવેલા રૂ. 55 હજાર જેટલા રોકડા, બે મોબાઈલ ફોન, લેપટોપ, પીસી અને અન્ય કિંમતી સામાનનો સમાવેશ થાય છે. ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ફૂટેજમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ સ્પષ્ટ દેખાઈ રહી છે. ડીસા દક્ષિણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે વિસ્તારમાં બનેલા આ ચોરીના બનાવને કારણે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉભા થયા છે. વેપારીઓએ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને ચોરોને પકડી પાડવાની માંગ કરી છે.

સંબંધિત સમાચાર