રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 એપ્રિલ, 2025| Super Admin

ભૂગર્ભ ગટરના પાણી ઘરની આગળ વહેતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં; રોગચાળો ફાટી નીકળે તેવી ચિંતા

ભૂગર્ભ ગટરના પાણી ઘરની આગળ વહેતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં; રોગચાળો ફાટી નીકળે તેવી ચિંતા
છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમય થી સમસ્યા બાબતે રજૂઆત છતાં પરિણામ શૂન્ય; ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ અર્બુદા નગરના વિસ્તારમાં ગટરના ગંદા પાણી થી સ્થાનિક રહિસો ને બે ટાઇમ ભોજન લેવું પણ મુશ્કેલ પડી રહ્યું છે. છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમય થી રજૂઆત હોવા છતાં પરિણામ શૂન્ય મળી રહ્યું છે. ધાનેરા શહેરના વિસ્તારોની દીવાલો પર ધાનેરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા બાબતે ના સંદેશ આપતા ચિત્રો દોરવામાં આવ્યા છે. અને આના પર થી લાગતું હશે કે ધાનેરા શહેર સ્વચ્છતામાં નંબર વન હશે જો કે અંદર ની વાત કઈક જુદી છે. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા સોસાયટી અને અર્બુદા નગર,ઉમિયા નગરની પાસે આવેલ વારંવાર ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી સ્થાનિક રહીશો ના ઘર આગળ જમાં થઈ જાય છે જેના કારણે ઘર ની બહાર જવા માટે પણ આજ ગંદા પાણી માંથી પસાર થવું પડે છે. ગટર નું પાણી હોવાના કારણે ભારે દુર્ગંધ ચારે બાજુ ફેલાઈ જાય છે જેને લઇ પરિવારો ભારે વેદના ભોગવી રહ્યા છે. સ્થાનિક ધાનેરા રહીશો છેલ્લા ઘણા સમય થી ગંદા પાણી સાથે રહેવા મજબૂર બન્યા છે.જેમાં સૌથી વધારે મહિલાઓ અને બાળકો હેરાન થઈ રહ્યા છે. ઘર પરિવાર ની સાથે ભોજન લેવું પણ મુશ્કેલ બન્યું છે. સમસ્યા બાબતે સ્થાનિક રહીશો એ લેખિત અને મૌખિક અધિકારી ને રજૂઆત કરી છે. જો કે સ્વચ્છતા અને સુંદરતા ના દાવા ઠોકતી ધાનેરા નગરપાલિકા ની સાચી હકીકત કંઇક જુદી છે.

સંબંધિત સમાચાર