રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ21 મે, 2025| Super Admin

પાટણ પંથકની પ્રાથમિક શાળાઓ માંથી કોમ્પ્યુટર ચોરીના બનાવોને અંજામ આપતી ગેંગને એલસીબી ટીમે દબોચી

પાટણ પંથકની પ્રાથમિક શાળાઓ માંથી કોમ્પ્યુટર ચોરીના બનાવોને અંજામ આપતી ગેંગને એલસીબી ટીમે દબોચી

પાટણ એલસીબી પોલીસે શાળાઓમાંથી કોમ્પ્યુટર ચોરીના ત્રણ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી રૂ. 4,37,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ અધિક્ષક વી.કે.નાથીની સૂચના મુજબ એલસીબી પોલીસે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને શોધવા માટે કામગીરી શરૂ કરી હતી. પોલીસને મળેલી બાતમી મુજબ બનાસકાંઠાના સમૌ ગામના કેટલાક શખ્સોએ ઠાકરાસણ અને કનેસરા ગામની પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર ચોરી કરી હતી. પકડાયેલા આરોપીઓમાં મુકેશસિંહ જાદવ (વેળાવાપુરા સમૌ), અર્જુનસિંહ જાદવ (અમરાણીપુરા સમૌ), પંકજસિંહ જાદવ (અમરાણીપુરા સમૌ) અને સુરેશજી ઠાકોર ઉર્ફે પપ્પુ (લાલપુર, સિધ્ધપુર)નો સમાવેશ થાય છે. આરોપીઓએ ઠાકરાસણ ગામની પ્રાથમિક શાળામાં એક વખત અને કનેસરા ગામની પ્રાથમિક શાળામાં બે વખત ચોરી કરી હતી. જબ્બરસિંહ જાદવ અને લીલુસિંહ જાદવ (બંને અમરાણીપુરા સમૌના રહેવાસી) હજુ ફરાર છે. પોલીસે આરોપીઓની ધરપકડ BNSS કલમ-35(1)E મુજબ કરી છે અને મુદ્દામાલ BNAS કલમ-106 મુજબ કબજે કર્યો છે.

સંબંધિત સમાચાર