રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
પાટણ12 મે, 2025| Super Admin

કણી થી ટુંડાઈ ગામને જોડતો રૂ.૧૩૩ લાખના ખર્ચે તૈયાર થનાર પેવર રોડનુ ખાતમુહૂર્ત કરાયું

કણી થી ટુંડાઈ ગામને જોડતો રૂ.૧૩૩ લાખના ખર્ચે તૈયાર થનાર પેવર રોડનુ ખાતમુહૂર્ત કરાયું
પાટણ ધારાસભ્ય દ્રારા ગ્રામજનોની માંગ સંતોષતા ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો; પાટણ વિધાનસભા વિસ્તાર ના કણી ગામે કણીથી ટુંડાઈ ગામને જોડતો રૂ.૧૩૩ લાખના ખર્ચે તૈયાર થનાર પેવર રોડનુ સોમવારે પાટણ ના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ સહિતના મહાનુભાવો ની વિશેષ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પેવર રોડની કામગીરી ના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે ધણા સમયથી આ પેવર રોડની માંગણીને સંતોષવામાં આવી છે ત્યારે આ નવીન પેવર રોડ તૈયાર થતા વાહનચાલકો સહિતના લોકોની મુશ્કેલી દુર થશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે પાટણ તાલુકા કોંગ્રેસ સમિતી પ્રમુખ શ્રવણસિંહ ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભરતભાઈ પટેલ,પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ ઠાકોર, કણી ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ પટેલ, બાલીસણા ગામના વિશાલ પરમાર,બાબુભાઈ પટેલ,બાલીસણાના પૂર્વ સરપંચ મનહરભાઈ વણકર સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર